જૂનાગઢમાં રાત્રિના સમયે વાહનોમાંથી કેરીના બોક્સની ચોરી કરતા ત્રણ ગઠીયાને જુનાગઢ પોલીસે દબોચ્ય

Share to
રાત્રીના સમયે માલવાહક બોલેરોમાંથી કેરીના બોક્ષની ચોરી કરનાર ત્રણ ઇસમોને નેત્રમ શાખા (કંમાન્ડ એન્ડ કંન્ટ્રોલ સેન્ટર)ના પોલીસ સ્ટાફની મદદથી પકડી પાડતી જુનાગઢ બી ડિવીઝન પોલીસ

.જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી નીલેશ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા સાહેબ નાઓ દ્વારા જુનાગઢ જીલ્લામાં બનતા ચોરીના વણ-શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતી કરતાં ઇસમોને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય જે અન્વયે જુનાગઢ બી ડિવીઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ, શ્રી પી.કે. ચાવડા નાઓની રાહબરી હેઠળ સ્ટાફના માણસો આવા મીલ્કત સબંધી બનતા અનડીટેક્ટ ગુન્હાઓને શોધી કાઢવા સારૂ સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ હોય હાલના સમયમાં કેરીની સીઝન ચાલતી હોય જેથી ખેડુતો દ્રારા કેરીના બગીચાઓથી ગ્રાહકો સુધી કેરી પહોંચાડવા સારૂ શહેરી વિસ્તારમાં માલવાહક વાહનોમાં કેરીના બોક્ષ ભરી મોકલતાં હોય છે. આમ, કેરી બોક્ષો ભરેલ માલવાહક વાહનોમાં જુનાગઢ સીટી વિસ્તારમાં પ્રવેશ કરે તે વખતે રાત્રીના સમયે અમુક ગઠીયાઓ દ્રારા રેકી કરી ચાલુ વાહનોમાંથી કેરીના બોક્ષો ઉતારી લઇ ચોરી કરી લઇ લેતા હોવાનુ લોકમુખે ચર્ચા જાગેલ હોય અને તાલાળા તાલુકાના ધાવા ગીર ગામેથી ખેડુત દ્વારા એક માલવાહક બોલેરોમાં કેરીના બોક્ષો ભરી ગ્રાહકો સુધી પહોંચાડવા જુનાગઢ શહેર વિસ્તાર તરફે મોકલેલ હોય રાત્રીના સમયે માલવાહક બોલેરો વાહન જુનાગઢ સીટી વિસ્તારમાં પ્રવેશ કરી કાળવા ચોકથી બસ સ્ટેન્ડ તરફ રાત્રીના સમયે જઇ રહ્યો હોય ત્યારે અજાણ્યા ચોર ઇસમો દ્વારા રસ્તા ઉપર જતાં ચાલુ માલવાહક બોલેરોમાંથી કેરીના બોક્ષ ઉતારી ચોરી કરી લીધેલાનો બનાવ હોય જે અંગે જુનાગઢ બી ડિવી. પો.સ્ટેશનમાં  આઇ.પી.સી. કલમ- મુજબનો તા.૨૪/૦૫/૨૦૨૪ ના રોજ અનડીટેક્ટ ગુન્હો નોંધાયેલ હોય જેથી નેત્રમ શાખા (કંમાન્ડ એન્ડ કંન્ટ્રોલ સેન્ટર) ના સ્ટાફ દ્વારા શહેર વિસ્તારમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાઓનો ઉપયોગ કરી ૨૪*૭ મોનીટરીંગ કરવામાં આવતુ હોય જે મોનીટરીંગમાં આ ગુન્હાની વિગત પ્રમાણે વાહનની પાછળની બાજુએથી ચડી કેરીના બોક્ષ ઉતારી ચોરી કરનાર આરોપીઓની ઓળખ મેળવી આરોપીઓ અંગે જુનાગઢ બી ડિવી. પો.સ્ટે. ના સ્ટાફને હકીકતની જાણ કરતાં આરોપીઓ અંગે વોચ તપાસ ગોઠવી આ કામે કેરીના બોક્ષની ચોરી કરનાર ત્રણ આરોપી ઇસમોને કેરીના બોક્ષ નંગ-૦૨ કિ.રૂ.૨૦૦૦/– મતાના મુદ્દામાલ સાથે પકડી પાડી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ.શ્રી પી.એમ. ગોરફાડ સા. નાઓ દ્રારા હાથ ધરી આરોપીઓની પુછ-પરછ કરતાં રાત્રીના સમયે અંધારોનો ભાગ લઇ કેરીના બોક્ષ ભરેલ અલગ-અલગ વાહનોમાં પાછળથી ચડી છેલ્લા પાંચ દિવસો
દરમ્યાન કેરીના કુલ બોક્ષ નંગ-૧૯ આશરે કિ.રૂ.૧૯૦૦૦/- મતાની ચોરી કરી વેચી નાખેલાની કબુલાત આપતા જે મુદ્દામાલ ગુન્હાના કામે કબ્જે લેવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઓ ૧) વિજય ઉર્ફે ઉર્ફે ભુરો પરસોતમભાઈ ચુડાસમા  -જુનાગઢ
(7) વિવેક મનીષભાઇ સાગઠીયા .-જુનાગઢ ૩) કરણ બાબુભાઇ સોમાણી ઉ.વ.૧૬ રહે. જુનાગઢ
આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદામાલ -(૧) હોન્ડા એક્ટીવા મો.સા. રજી. નં. જી.જે -૦૩-એમ. ક્યુ-૧૩૫૧ કિ.રૂ.૨૦,૦૦૦/-(૨) કેરીના બોક્ષ નંગ ૦૨ કિ.રૂ.૨૦૦૦/-

આ કામગીરી જુનાગઢ બી ડીવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી પી.કે. ચાવડા સાહેબ ની સુચના મુજબ પોલીસ સબ ઇન્સ.શ્રી પી.એ. જામંગ તથા પોલીસ સબ ઇન્સ.શ્રી પી.એમ.ગોરફાડ તથા નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ સેન્ટર)ના પોલીસ સબ ઇન્સ.શ્રી પી.એચ. મશરૂ તથાપો.કો. વિજયભાઇ કાળાભાઇ રામ તથા શૈલેષભાઇ ગોવિંદભાઇ દવે તથા હાર્દીકસિંહ સીસોદીયા તથા
હરસુખભાઇ સીસોદીયા પોલીસ દ્વારા આરોપીને પકડી પાડ્યો હતો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to