આજ રોજ ગુજ.માં.અને. ઉમાં. શિ.બોર્ડ. ગાંધીનગર દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર થયું.જેમાં છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આનંદકુમાર પરમાર સાહેબ ના સતત માર્ગદર્શન હેઠળ આ વખતે ધોરણ 10 અને 12 નું ઉત્તમ પરિણામ આવેલ છે. અવાર નવાર જિલ્લા શિક્ષણાધિકારી ની ટીમ દ્વારા શાળાઓની મુલાકાત,આચાર્યશ્રી ઓ સાથે ચિંતન શિબિર થી જિલ્લા ના પરિણામ માં સુધારો આવ્યો છે.બોડેલી ની ખત્રી વિદ્યાલયમાં ધોરણ 10 માં 88% પરિણામ આવ્યું છે .જેમાં પ્રથમ નંબરે મન્સૂરી મો. અયાન આરિફભાઈ 98.17 પર્સેન્ટાઇલ રેન્ક મેળવેલ છે.જ્યારે બીજો નંબર ખત્રી સાદિયા ઈમ્તિયાઝ 97.15 અને ત્રીજા નંબરે ખત્રી બુશરા મો.હનીફ 95.53 પર્સેન્ટાઇલ રેન્ક મેળવી શાળા સમાજ અને બોડેલી ગામનું નામ રોશન કર્યું છે.ત્રણેય વિદ્યાર્થીઓ સાયન્સ લઈ મેડિકલ ક્ષેત્રે પોતાની કારકિર્દી કંડારવાની ઈચ્છા વ્યક્ત કરેલ છે શાળા પરિવાર તેઓની ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા આપી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,