September 7, 2024

ધ્રોલની શ્રીમતી ડી. એચ. કે. મુંગરા કન્યા વિદ્યાલયનું ઝળહળતું પરિણામ સતત ત્રણ વર્ષથી તાલુકામાં પ્રથમ નંબરે

Share to



તા.: 09/05/24 ના રોજ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયેલ. જેમાં ગુજરાત રાજ્યનું 91.93% પરિણામ જાહેર થયેલ. જામનગર જીલ્લાનું 91.39%, ધ્રોલ તાલુકાનું 95.21% પરિણામ આવેલ. જેમાં ધ્રોલ તાલુકાની સમગ્ર ગ્રાન્ટેડ શાળાઓમાં શ્રીમતી ડી. એચ. કે. મુંગરા કન્યા વિદ્યાલય – ધ્રોલનું 100% પરિણામ પ્રાપ્ત કરી ફરી એક વાર સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન મેળવેલ. શાળામાં પ્રથમ નંબર માધવી ડી. ગોહિલ AI ગ્રેડ સાથે 95.75 PR. બીજો નંબર સંતોષ પી. શિયાર A1 ગ્રેડ સાથે 99.03 PR અને ત્રીજો મીરા એમ. પાંભર A1 ગ્રેડ સાથે 98.71 PR પ્રાપ્ત કરેલ. આ ઉપરાંત સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને એસ.પી. & સી.સી. વિષયમાં ત્રણ વિદ્યાર્થીનીઓએ 100 માંથી 100 ગુણ મેળવીને શાળાનું ગૌરવ વધારેલ છે. સંસ્થાના પ્રમુખશ્રી રાઘવજીભાઈ પટેલ (કેબીનેટ મંત્રીશ્રી કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોધોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ) ઉપપ્રમુખશ્રી ડો. વિજયભાઈ સોજીત્રા, સંચાલક શ્રી વિજયભાઈ મુંગરા અને શાળાના આચાર્યાશ્રી પ્રવિણાબેન તારપરાએ સમગ્ર શિક્ષિકા બહેનો અને વિદ્યાર્થીની બહેનોને શુભેચ્છાઓ પાઠવેલ.

રિપોર્ટર, મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed