નેત્રંગમાં મહિલા બુટલેગરને પોલીસે પાસા હેઠળ અટકાયત કરી

Share to* રાજકોટ મધ્યસ્થ જેલમાં પોલીસ જાપ્તા સાથે રવાના

* લોકસભાની ચુંટણીજંગ પહેલા પોલીસની કડકહાથની કાયઁવાહી

તા.૦૫-૦૫-૨૦૨૪ નેત્રંગ.

ભરૂચ-નમઁદા અને સુરત જીલ્લા સહિત દ.ગુજરાતમાં વિદેશી દારૂની ઘુષણખોરી-હેરાફેરી માટે નેત્રંગને એપીસેન્ટર ગણવામાં આવે છે.નેત્રંગ તાલુકામાંથી અવરનવર મોટા જથ્થામાં વિદેશી દારૂ પકડાવો-હેરાફેરી થતી હોવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે.તેવા સંજોગોમાં નેત્રંગ પોલીસને ફરજ ઉપર ખડેપગે તૈયાર જ રહેવું પડતું હોય છે.

નેત્રંગ ટાઉનના દામલા કંપનીમાં ગીતાબેન સતિષ વસાવા અવરનવર વિદેશી દારૂનું ગેરકાયદેસર વેચાણમાં નામ બહાર આવતા નેત્રંગ પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરતાં જીલ્લા મેજીસ્ટેટ પાસાના હુકમ કરતાં તાત્કાલિક ધરપકડ કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં પોલીસ જાપ્તા સાથે રવાના કરતાં ખળભરાટ મચી જવા પામ્યો હતો.

*વિજય વસાવા નેત્રંગ*


Share to