જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબની સુચના તથા જુનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતી મજુબુત બનાવવા અને ગુનાખોરી અટકાવવા તમામ હોટલ/ ગેસ્ટહાઉસ /રીસોર્ટ વિગેરેમાં આવતા યાત્રીકો/મુસાફરોની પથિક વેબ પોર્ટલ ઉપર કરવામાં આવતી ઓનલાઇન એન્ટ્રીઓનું ચેકીંગ કરવા તેમજ જુનાગઢ શહેરમાં આવેલ હોટેલ/ગેસ્ટહાઉસ/ધાબા/રીસોર્ટ વિગેરેનું સઘન ચેકીંગ કરવા સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ. પી.કે.ચાવડા તથા પોલીસ સબ ઇન્સ. એસ.એ.સોલંકી તથા એસ.ઓ.જી પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય
લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ ચુંટણીપંચની ગાઇડલાઇન મુજબ મતદાનના ૪૮ કલાક પહેલા કરવાની થતી કામગીરી અંગેનુ જાહેરનામું અમલમાં હોય જે અનુસંધાને એસ.ઓ.જી.ની અલગ-અલગ ટીમો બનાવી જુનાગઢ શહેરમાં આવેલ વિવિધ હોટેલ/ગેસ્ટહાઉસ/ધાબા વિગેરેનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતુ. જેમાં કોઇપણ વ્યક્તિઓને હોટલ/ગેસ્ટ હાઉસ/રીસોર્ટ વિગેરેમાં રૂમ ભાડેથી આપે ત્યારે તેની એન્ટ્રી ૨૪- કલાકમાં પોલીસ દ્વારા તૈયાર કરેલ ઓનલાઇન વેબ પોર્ટલ https://pathik.guru/ માં કરવાની હોય છે જે બાબતે પથીક વેબપોર્ટલ ઉપર કરવામાં આવેલ ઓનલાઇન એન્ટ્રીઓનું ચેકીંગ કરવામાં આવેલ તથા રજીસ્ટરો ચેક કરવામાં આવેલ હતા તેમજ હોટલ/ગેસ્ટ હાઉસમાં અન્ય વિધાનસભા મત વિસ્તાર ના કોઇ રાજકીય વ્યક્તિઓ રોકાયેલ છે કે કેમ ? તે અંગેનુ ચેકીંગ કરવામાં આવેલ હતુ. તેમજ એસ.ઓ.જી.ની ટીમ દ્વારા હોટેલ/ગેસ્ટ હાઉસ/રીસોર્ટ/ધાબા વિગેરેની અંદર તેમજ બહારના ભાગે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતુ.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ