September 7, 2024

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪મતદાનના દિવસે શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે

Share to

ભરૂચ- શુક્રવાર-  આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ મંગળવાર ના રોજ ભરૂચ અને નર્મદા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ માટે મતદાન થનાર છે. મતદાનના દિવસે જે તે વિસ્તારમાં કારખાના ધારા-૧૯૪૮ હેઠળના નોંધાયેલા (ઔદ્યોગિક એકમો) કારખાનામાં કામ કરતો શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્ટ્રકશન વર્કર્સ એકટ-૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઇટ પર કામ કરતા શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ ૧૩૫(બી) મુજબ આવા કારખાના ધારા-૧૯૪૮ હેઠળના કારખાના શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ અન્વયે નોંધણી થયેલ સંસ્થાઓ/સાઇટના કામ કરતી શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે.
     આ જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. રજાના કારણે જો શ્રમયોગી/કર્મચારી પગાર મેળવવાનો હક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યકિત રજા જાહેર ને થઇ હોય અને જે પગાર મળવાપાત્ર થતો હોય તેટલો પગાર ચૂકવવાનો રહેશે.
     જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભું થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. તેમ ડેપ્યુટી ડાયરેક્ટર, ઈન્ડસ્ટ્રીઅલ સેફ્ટી એન્ડ હેલ્થ  ભરૂચ દ્નારા મળેલી એક અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું હતું.


Share to

You may have missed