October 4, 2024

ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા હવામાન ચેતવણી એલ્પિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ

Share to



*૪૦ ચો.કિ.મી.ના વિસ્તારની આસપાસ તોળાઈ રહેલી વીજળીના સંભવિત સ્થાનો અને વાવાઝોડાની હિલચાલની જાણકારી મળશે*

*ખેડુતોને હવામાનની માહિતીના આધારે પાકની સલાહ પોતાની સ્થાનિક ભાષામાં જ પુરી પડાશે*

ભરૂચ- મંગળવાર-  ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વિકસિત “MAUSAM APP”, “DAMINI APP”, “MEGDOOT AGRO APP” અને “PUBLIC OBSERVATION APP” જેવી હવામાન ચેતવણી એપ્લિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
          ભારત સરકારના હવામાન વિભાગ (IMD) તેમજ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા સરકારની MOUSAM મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જે એપ્લિકેશન મારફત લોકો હવામાનની આગાહીઓ, રડાર છબીઓને વિગેરે મેળવી શકે છે. તેવી જ રીતના “DAMINI APP” આકાશમાં તોળાઇ રહેલી આપત્તિ વીજળીની પ્રવૃત્તિ વિશે અગાઉથી માહિતી મેળવવામાં મદદ કરે છે. આ એપ વર્તમાન લાઈટનિંગ સ્ટ્રાઈકનું ચોક્કસ સ્થાન, ૪૦ ચો.કિ.મી.ના વિસ્તારની આસપાસ તોળાઈ રહેલી વીજળીના સંભવિત સ્થાનો અને વાવાઝોડાની હિલચાલ અને તેની દિશા અંગેની માહિતી આપે છે.
           ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલી “MEGDOOT AGRO APP” જે ખેડુતોને હવામાનની માહિતીના આધારે પાકની સલાહ તેમજ અન્ય મહત્વપુર્ણ માહિતી પોતાની સ્થાનિક ભાષામાં જ પુરી પાડે છે. તેમજ લોકેશન વાઇસ હવામાનની જાણકારી માટે “PUBLIC OBSERVATION APP” બનાવવામાં આવેલી છે. આ  એપ્લિકેશનમાં યુઝર્સ પોતાનો અભિપ્રાય પણ શેર કરી શકે છે.
          ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા વિકસાવવવામાં આવેલી આ મહત્વપૂર્ણ એપ્લિકેશનનો ઉપયોગ કરવા ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર વિભાગની એક અખબારી યાદીમાં જણાવાયું છે.


Share to

You may have missed