September 7, 2024

4 મેના રોજ બોડેલી માં દેશના ગૃહ મંત્રી અમિત શાહ ની જનસભા

Share to


આગામી લોકસભાની ચૂંટણીના પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે દેશના ગૃહ મંત્રી અમિત શાહ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવવાના હોય તેની તૈયારીઓ પૂરજોશમાં જોવા મળી રહી છે લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન પણ ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે ત્યારે કેન્દ્ર ગૃહ મંત્રી અમિત શાહ આગામી 4 મે શનિવારના રોજ બોડેલી ખાતે જન સભાને સંબોધન કરશે જેની તૈયારીઓની યુદ્ધના ધોરણે થઈ રહી છે આગામી સાત મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નુ મતદાન છે જેને લઈને અલગ અલગ પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર ચર્મ સીમા પર છે 21 છોટાઉદેપુર લોકસભા ના ઉમેદવાર જશુભાઈ રાઠવા ના પ્રચાર અર્થે દેશના ગૃહ મંત્રી અમિત શાહ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જનસભા ને સંબોધન કરશે બોડેલી સેવા સદનની બાજુમાં આવેલ વિશાળ ગ્રાઉન્ડ પર સવારે 10 વાગ્યે તેમની જનસભા નું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં જનમેદની ભેગી થાય તેમ જાણવા મળી રહ્યું છે


ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed