September 7, 2024

જુનાગઢ માં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તારીખ બે મેના રોજ પ્રવાસ હોયકાયદો વ્યવસ્થાની સ્થિતી મજુબુતિથિ જળવાઈ રહે તે માટે જુનાગઢ પોલીસ દ્વારા શહેરમાં આવેલ વિવિધ હોટલ/ગેસ્ટ હાઉસોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

Share to




જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તથા જુનાગઢ પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતી મજુબુત બનાવવા અને ગુનાખોરી અટકાવવા તમામ હોટલ/ ગેસ્ટહાઉસ /રીસોર્ટ વિગેરેમાં આવતા યાત્રીકો/મુસાફરોની પથિક વેબ પોર્ટલ ઉપર કરવામાં આવતી ઓનલાઇન એન્ટ્રીઓનું ચેકીંગ કરવા તેમજ જુનાગઢ શહેરમાં આવેલ હોટેલ/ગેસ્ટહાઉસ/ધાબા/રીસોર્ટ વિગેરેનું સઘન ચેકીંગ કરવા સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ.શ્રી પી.કે.ચાવડા તથા પોલીસ સબ ઇન્સ.શ્રી એસ.એ.સોલંકી તથા એસ.ઓ.જી તથા બી.ડી.ડી.એસ.ના પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય

આગામી તા.૦૨/૦૫/૨૦૨૪ ના રોજ માન. વડાપ્રધાનશ્રીનાઓના જુનાગઢ પ્રવાસ કાર્યક્રમ અનુસંધાને એસ.ઓ.જી. તથા બી.ડી.ડી.એસ. ની અલગ- અલગ ટીમો બનાવી જુનાગઢ શહેરમાં આવેલ વિવિધ હોટેલ/ગેસ્ટહાઉસ/ધાબા વિગેરેનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતુ. જેમાં કોઇપણ વ્યક્તિઓને હોટલ/ગેસ્ટ હાઉસ/રીસોર્ટ વિગેરેમાં રૂમ ભાડેથી આપે ત્યારે તેની એન્ટ્રી ૨૪- કલાકમાં પોલીસ દ્રારા તૈયાર કરેલ ઓનલાઇન વેબ પોર્ટલ https://pathik.guru/ માં કરવાની હોય છે જે બાબતે પથીક વેબપોર્ટલ ઉપર કરવામાં આવેલ ઓનલાઇન એન્ટ્રીઓનું ચેકીંગ કરવામાં આવેલ તથા રજીસ્ટરો ચેક કરવામાં આવેલ હતા તેમજ હોટલ/ગેસ્ટ હાઉસમાં રોકાયેલ મુસાફરોનું ચેકીંગ કરવામાં આવેલ હતુ. તેમજ એસ.ઓ.જી. તથા બી.ડી.ડી.એસ.ની ટીમો દ્વારા હોટેલ/ગેસ્ટ હાઉસ/રીસોર્ટ/ધાબા વિગેરેની અંદર તેમજ બહારના ભાગે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતુ.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed