ઝઘડીયા તાલુકાના પ્રાંકડ ગામે હારજીતનો જુગાર રમતા પાંચ જુગારીઓ ને ઝડપી લેતી રાજપારડી પોલીસ.. પાંચ જુગારીયા ભાગવા માં સફળ…
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પ્રાંકડ ગામે જુગાર રમતા પાંચ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા.જ્યારે પોલીસની રેઇડ જોઇને અન્ય પાંચ ઇસમો ભાગી છુટ્યા હતા.રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી પોલીસને બાતમી મળી હતીકે પ્રાંકડ ગામે સુરેશભાઇ મણીલાલ વસાવાના ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે હારજીતનો જુગાર ચાલે છે.પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા કેટલાક ઇસમો જુગાર રમતા જણાયા હતા.પોલીસે ઘટના સ્થળેથી સફિકભાઇ મેહબુબભાઇ બેલીમ રહે.રુંઢ કસ્બા તા.ઝઘડીયા,સતિષભાઇ અશોકભાઇ વસાવા રહે.પ્રાંકડ તા ઝઘડીયા,સુનિલભાઇ કનુભાઇ વસાવા રહે.જરસાડ તા.ઝઘડીયા,સુરેશભાઈ મનસુખભાઇ વસાવા રહે.રાજપારડી તા.ઝઘડીયા અને નટવરભાઇ જીવણભાઇ વસાવા રહે.જરસાડ તા.ઝઘડીયા જિ.ભરૂચના રોકડા રુપિયા,૩ નંગ મોટરસાયકલ મળી કુલ રુ.૮૮૧૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા.જ્યારે સુરેશ મણીલાલ વસાવા રહે.પ્રાંકડ,મુસ્તાકભાઇ સબ્બિરભાઇ રહે.રુંઢકસ્બા તા.ઝઘડીયા,રાહુલભાઇ ટીનાભાઇ વસાવા રહે.પ્રાંકડ તા.ઝઘડીયા,રાકેશભાઇ રતિલાલ વસાવા રહે.રાજપારડી તા.ઝઘડીયા અને રતિલાલ ઉમેદભાઇ વસાવા રહે.જરસાડ તા.ઝઘડીયા પોલીસની રેઇડ જોઇને ભાગી છુટ્યા હતા.કોરોના મહામારીનો સમય ચાલતો હોઇ એકબીજાની જીંદગી જોખમાય અને સંક્રમણ ફેલાય એ રીતે સોસિયલ ડિસ્ટન્સનો અભાવ રાખીને જુગાર રમતા પકડાઇ ગયેલ આ ઇસમો વિરુધ્ધ પોલીસે ગુનો નોંધી ફરાર થયેલા અન્ય ઇસમોને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.
રિપોર્ટર / કાદર ખત્રી
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.