November 21, 2024

કેવડીયા પાસેના ગભાણા ગામ ના મહિલા તલાટી ૧૧૯ દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો

Share to

સયાજી હોસ્પિટલ ના તબીબો અને સ્ટાફ ની મહેનત અને 77 દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રહ્યા બાદ જીવન ની આશા નું કિરણ ખીલ્યું હતું.


ઈકરામ મલેક:રાજપીપળા


નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા ની એક મહિલા એ કોરોના થયા બાદ સતત ૧૧૯ દિવસ સુધી મેડિકલ ટ્રીટમેન્ટ મેળવી અને 77 દિવસ જેટલા લાંબા ગાળા સુધી વેન્ટિલેટર ઉપર રહ્યા બાદ આખરે કોરોના ને હવામાન સફળતા મેળવી હતી. મળતી માહિતી મુજબ ગભાણા ગામમાં રહેતા પુષ્પાબેન તડવી કે જેઓ તલાટી તરીકે ગુજરાત સરકારના કર્મી છે, તેઓ ને 30 મી એપ્રિલે સમરસ હોસ્પિટલમાં કોરોના ના લક્ષણો સાથે દાખલ કરવામા આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા, ત્યાં તેઓ ને સતત 77 દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રખાયાં હતા કોરોના વહીવટી વિભાગ ના નોડલ અધિકારી ડો.બેલીમ એ માહિતી આપતા જણાવ્યું હતું કે તેમનો કોરોના રિપોર્ટ તો મે મહિના માંજ નેગેટિવ થઈ ગયો હતો પરંતુ તેમના ફેફસા 85℅ સુધી નુકશાન પામી ચુક્યા હતા. જેથી કરી ને તેમને કૃત્રિમ શ્વાસો ઉચ્છવાસ માટે વેન્ટિલેટર ની જરૂર રહી હતી.


  આઈસીયુમાં ડોક્ટર જયંત ચૌહાણ ની ટીમની દેખરેખ હેઠળ તેઓની સારવાર કરવામાં આવી હતી આ ટીમમાં ડો પીન્કેશ રાઠવા ડોક્ટર પ્રિયંકા પટેલ ડોક્ટર અસલમ ચૌહાણ અને નર્સિંગ તથા સહાયક સાથે આ મહિલાને નવજીવન આપવાના ભરપૂર પ્રયાસો પાદરીયા તા અને સાથે સાથે તેઓ મહિલા દર્દીનું મનોબળ પણ વધારી રહ્યા હતા તેઓના બગડેલા ફેફસા સુધારવા નવેસરથી કાર્યરત કરવા ફેફસાનો બ્લડપ્રેશર ઘટાડવા fibrosis નું નિવારણ કરીને તેમને પૂનમ મજબૂત અને કાર્ય કરવા માટે મોંઘી એન્ટિબાયોટિક દવાઓ અને ઇન્જેક્શનો આપવામાં આવ્યા હતા. આખરે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની ભારે જહેમત રંગ લાવ્યા થી અને પુષ્પા બેન ની મક્કમતા યમદૂત સામે લડત રંગ લાવી આજે તેઓ સ્વસ્થ અને તંદુરસ્ત અને હોસ્પિટલમાંથી વિદાય થયા ત્યારે ભાવ સભર વાતાવરણ સર્જાયું હતું દર્દી અને સ્વજનોની આંખોમાં આભાર ના આંસુ આવી ગયા હતા કે ડોક્ટરોએ પણ હર્ષ ની સાથે ભીનાશ અનુભવી હતી. 38 વર્ષીય આ મહિલા દર્દી હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફરી ચુક્યા છે.


Share to