જૂનાગઢ માં બિનકાયદેસર પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ આરોપીને પકડી પાડી સેન્ટ્રલ જેલ હવાલે કરતી જુનાગઢ પોલીસ

Share to



જૂનાગઢ, ગાંધીગ્રામના ” પ્રોહી બુટલેગર” અજય ઉર્ફે અજલો ભુરાભાઈ રાડાને પાસા કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, અમદાવાદ ખાતે ધકેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જજાડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતા સાહેબ સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશનની બંદી નેસ્તનાબુદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને જાળવી રાખવા માટે ગેર-કાયદેસર પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇરામો વિરુધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા થયેલ સુચના મુજબ સી ડીવીઝન પો સ્ટે ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ નોંધાયેલ ગુન્હાના કામે રાંડોવાયેલ ઇરામ વિરુધ્ધ પાસા દરખારત તૈયાર કરી અત્રે મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટથી તથા કલેક્ટરશ્રી અનીલ રાણાસિયા સાહેબ તરફ પોલીસ અધિક્ષક મારફત મોકલતાં. જિલ્લા મેજીસ્ટ્રેટ તથા જિલ્લા કલેક્ટરશ્રી જૂનાગઢ દ્વારા આવી ગેર-કાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી ત્વરીત અજય ઉર્ફે અજલો ગુરાબાઈ રાડા રહે. જૂનાગઢ, ગાંધીગ્રામ વાળા વિરૂધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ.

જે પાસા વોરન્ટ ઇસ્યુ થયા બાદ સામાવાળાને પકડી પાડવા કાઈમ બ્રાન્ચના પો.ઇન્સ  જે જે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વોચ તપાસ માં હતાતે દ૨મ્યાન આજરોજ પો.સ.ઈ. ડી કે.ઝાલા તથા પો.હેડ કોન્સ. ચેતનસિંહ સોલંકી, આઝાદસિંહ સિસોદીયાને સંયુક્તમાં બાતમી હકિકત મળેલ કે, સદર પાસા વોરન્ટના આરોપીઓ હાલ જૂનાગઢ ખાતે તેના રહેણાંક મકાન ગાંધીગ્રામ, ધરમ અવેડા નજીક હોવાની બાતમી હકિકત આધારે તપાસ કરતા હાજર મળી આવતા આજરોજ તા.૧૯/૦૪/૨૦૨૪ ના રોજ અટક કરી સેન્ટ્રલ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ.

જૂનાગઢ કાઈમ બ્રાન્ચના પો.ઇન્સ.થી જે જે પટેલ તથા પો.સ. ડી.કે.ઝાલા  તથા સી ડીવીઝન પો.સ્ટે.ના પો.સ.ઈ. વી.કે.ઉંજીયા તથા કાઈમ બ્રાન્ચના એ.એસ.આઈ. નિકુલ એમ. પટેલ તથા પો. હેડ કોન્સ. જીતેષ એચ. મારૂ, ચેતનસિંહ સોલંકી, આઝાદસિંહ સિસોદીયા તથા સી ડીવીઝન પો.સ્ટે. પો.હેડ.કોન્સ. સંજયસિંહ રાઠોડ, વિકાસ ડોડીયા સ્ટાફ દ્વારા અજય ઉર્ફે અજલો સ.ઓ. ભુરાભાઈ કાનાભાઈ રાડા, રબારી  ધંધો-ડ્રાઈવીંગ રહે. જૂનાગઢ, ગાંધીગ્રામ, ધરમ અવેડા, દુધની ડેરી પાસે, રાડા સોસાયટી, પાસેથી
પકડી પડ્યો હતો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed