September 4, 2024

જૂનાગઢ માં રૂ. ૬,૦૦૦ ની કિંમતના સામાનનું બેગ ખોવાતા સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા જૂનાગઢ પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધી અરજદાર અરૂણભાઇ રાખોલીયા ને પરત કર્યું

Share to



જૂનાગઢ રેન્જના આઈજી  નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર અરૂણભાઇ અરવિંદભાઇ રાખોલીયા સુરતના વતની હોય, અરૂણભાઇ જે.એન.ભાટુ કોલેજ જૂનાગઢ ખાતે અભ્યાસ કરતા હોય અરૂણભાઇ કેલેજથી બસ સ્ટેશન જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ. મોતીબાગ પાસે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેઓ બસ સ્ટેશન જવા માટે બીજી ઓટો રિક્ષામાં બેસે છે ત્યારે તેમને માલુમ થયેલ કે તેમનું રૂ. ૬,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય, જે થેલામાં કપડા તથા અન્ય જરૂરી સામાન હોય.* અરૂણભાઇએ તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેમને તે ઓટો રિક્ષા મળેલ નહિ, હવે આગળ શું કરવું?? ઓટો રિક્ષા કેવી રીતે શોધવી? અરૂણભાઇ પોતાના ઘરથી દૂર રહિ અભ્યાસ કરતા હોય તે બેગમાં તેમની જરૂરીયાતનો સામાન હોય જેથી બેગ ખોવાતા તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ વર્ષાબેન વઘાસીયા, પો.કોન્સ હાર્દિકભાઇ સિસોદીયા, હિનાબેન વેગડા, એન્જીનીયર  નિતલબેન મહેતા  સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી અરૂણભાઇ રાખોલીયા મોતીબાગ જે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા અરૂણભાઇ પોતાનું રૂ. ૬,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ જે ઓટો રિક્ષામાં ભુલી ગયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી. નં. GJ-11-UU-1036 શોધેલ.*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે બેગ તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા અરૂણભાઇ રાખોલીયાનો રૂ. ૬,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને અરૂણભાઇએ જણાવેલ કે તેમને આ બેગ પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ બેગ શોધી આપતા તેણે જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા  હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા અરૂણભાઇ અરવિંદભાઇ રાખોલીયાનો રૂ. ૬,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ ગણતરીની ક્લાકોમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed