ગઈ તારીખ ૧૮/૦૪/૨૦૨૪ ના રોજ સવારના આ કામના ફરીયાદીશ્રી પોતે ખેતીના ધીરાણની ફેરબદલી માટે બેંક ઓફ બરોડા ધોરાજી શાખામાં રોકડા રૂ.૧,૦૦,૦૦૦/- ઉપાડેલ ત્યારબાદ ફરીયાદીશ્રી બેંક પાસબુક પ્રિટ માટે લાઈનમાં ઉભા રહેલ ત્યારે ફરીયાદીશ્રીની પાછળ ઉભેલ બે અજાણી મહિલાઓએ ફરીયાદીશ્રીની થેલીમાંથી રોકડ રકમ રૂ.૧,૦૦,૦૦૦/- ચોરી કરી લઈ જતા ધોરાજી સીટી પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની ફરીયાદ લખાવતા જે ફરીયાદ ધોરાજી સીટી પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર. IPC મુજબનો ગુનો રજી. થયેલ હોય.
ઉપરોક્ત બનાવની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના તથા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ ગ્રામ્ય શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.એ.ડોડીયા સાહેબ, જેતપુર વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત બનાવમા સંડોવાયેલ અજાણી મહિલા આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સખત સુચના કરવામાં આવેલ જે અંગે ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ. શ્રી આર.જે.ગોધમ નાઓએ તાત્કાલીક ધોરાજી સર્વેલન્સ ટીમના પો.સ.ઇ. શ્રી પી.કે.ગોહિલ તથા પો.હેડ કોન્સ. અશોકભાઇ ગોહેલ તથા પો.કોન્સ. લાખુભા રાઠોડ તથા તથા પો.કોન્સ. શક્તિસિંહ જાડેજા તથા પો.કોન્સ. યોગેશભાઇ બાલાસરા તથા વુ.પો.હેડ.કોન્સ. મીરાબેન ડાંગર એમ ધોરાજી સીટી પોલીસ સ્ટેશનની ટીમને તાત્કાલીક આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ, જેથી ધોરાજી સીટી પો.સ્ટે.ના •પ્રોજેકટ તથા જુનાગઢના
પ્રોજેક્ટ ની મદદથી બેંકઓફ બરોડા ધોરાજીથી લઇ જુનાગઢ ભવનાશ વિસ્તાર તથા હોટેલ ગેસ્ટ હાઉસ ચેક કરતા ધોરાજી સીટી પોલીસ સ્ટેશન સર્વેલસ ટીમને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ કે ચોરીની ઘટનાને અંજામ આપી મધ્યપ્રદેશની મહિલા ગેંગ ચોરીથી મેળવેલ નાણાંની ભાગબટાઇ કરીને જુનાગઢથી મધ્યપ્રદેશ ફરાર થવાની તૈયારીમાં જુનાગઢ રેલ્વે સ્ટેશન ખાતે હોય જેથી જુનાગઢ રેલ્વે પોલીસના વુ.પો.સબ.ઇન્સ.શ્રી. પી. કે વારોતરીયા તથા તેમના સ્ટાફને સાથે રાખી મહિલા આરોપીઓને રોકડ રૂ. ૧,૦૦,૦00/- તથા મોબાઇલ ફોન નંગ-૦૩ સાથે ધોરાજી સીટી પો.સ્ટે એ-પાર્ટ ગુ.ર. IPC ક. મુજબના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પોલીસ દ્વારા પકડાયેલ મહિલા આરોપીઓ -(૧) રાધિકાબેન વા/ઓ ચેતનભાઈ સીસોદિયા ઉ.વ.-૨૪, ધંધો-મજુરી, રહે.કડિયા સાસી,
તા.પચોર, જી.રાજગઢ, મધ્યપ્રદેશ,
(૨) મમતાબેન વા/ઓ આશિષભાઇ સીસોદીયા ઉ.વ.૩૦, ધંધો-મજુરી, રહે,કડિયા સાસી,તા.પંચોરી, જી.રાજગઢ, મધ્યપ્રદેશ, (૩) માલતીબેન વા/ઓ ધર્મેન્દ્રસિંહ સીસોદીયા ઉ.વ.-૩૫, ધંધો-મજુરી, રહે.કડિયા સાસી,
તા.પંચોર,જી.રાજગઢ, મધ્યપ્રદેશ,
(૪) અનુરાધા વા/ઓ પ્રદીપભાઇ સીસોદીયા ઉ.વ.-૩૪, ધંધો-મજુરી, રહે.કડિયા સાસી, તા.પચોર,જી.રાજગઢ, મધ્યપ્રદેશ,(૫) સ્વેતાબેન વા/ઓ માધવસીંગ સીસોદિયા ઉ.વ.-૩૦, ધંધો-મજુરી, રહે.કડિયા સાસી, તા.પચોર,
જી.રાજગઢ, મધ્યપ્રદેશ
કબ્જે કરેલ મુદામાલ:– રોકડ રૂપીયા-૧,૦૦,૦૦૦/-મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૯,૦૦૦/-
ધોરાજી સીટી પો.સ્ટે.ના પોલીસ ઈન્સ. શ્રી આર.જે.ગોધમ તથા પો.સબ.ઇન્સ.શ્રી પી.કે.ગોહિલ તથા
પો.સબ.ઇન્સ.શ્રી એસ.એચ.ગઢવી તથા વુ.પો.સબ.ઇન્સ.શ્રી.પી.કે.વારોતરીયા તથા પો.હેડ કોન્સ. અશોકભા
પો.હેડ.કોન્સ. ભાવેશભાઇ મકવાણા તથા પો.કોન્સ શક્તિસિંહ જાડેજા તથા પો.કોન્સ લાખુભા રાઠોડ તથા પો.
બાલાસરા તથા વુ.પો.હેડ.કોન્સ. મીરાબેન ડાંગર વિગેરે પોલીસ સ્ટાફ સાથે રહી કામગીરી કરવામાં આવેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ
જૂનાગઢના કેશોદમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી તેમજ આશરો આપનાર ઇસમ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિન હરીફ ચૂંટાયા…