બોડેલીના ડભોઈ રોડ પર પાણીની ટાંકીથી ગ્રામ પંચાયત સુધી નો નવીન આરસીસી રસ્તો ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ લગભગ 70 લાખ રૂપિયા ના ખર્ચે તૈયાર થતા લોકોએ રાહત અનુભવી છે.

Share to

બોડેલી ની જેમ રામનગર અલીપુરા નો રોડ પ્રજાજનો ના હિત ખાતર જલ્દી બને તેવી માંગ


આ રોડ લગભગ 20 વર્ષ પછી નવો બન્યો હોવાથી નગરવાસીઓએ પંચાયત ના સરપંચ    અને  રસ્તો મંજુર કરવામાં સહયોગ રૂપ ધારાસભ્ય અભેસિહ તડવી નો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. વર્ષોજૂના ખખડધજ રસ્તા ને લીધે વાહન ચાલકો મુશ્કેલી ભોગવતા હતા.પંચાયત થી તાજ ટોકીઝ સુધી નો માર્ગ હોળી પર્વ ને લઇ બાકી રહ્યો છે, જે ટૂંક સમય માં પૂર્ણ થશે. રોડ ની બંને બાજુ હવે પેવરબ્લોકની કામગીરી પણ થશે.
     રહેણાંક વિસ્તાર માથી પસાર થતો રસ્તો બનાવવા જરૂરી દબાણો હટાવવા માટે પંચાયત ની અપીલ ને આવકારી લોકોએ દબાણો દૂર કર્યા અને રોડ નવો બન્યો હતો. જો અલીપુરા નો એક વર્ષ થી ગોચ માં પડેલો રસ્તો પણ સમાધાન, સમજુતી અને સમજદારી થી દબાણો દૂર કરી બની શકે છે. બોડેલી અને અલીપુરા રોડ માં એક જ ગ્રાન્ટ અને એક જ ઇજારદાર હોવા છતાં અલીપુરા નો રોડ હજી બન્યો નથી અને બોડેલી નો રોડ સરસ બન્યો છે. બોડેલી નો રોડ હજી ઘણો વહેલો બન્યો હોત, પણ અલીપુરા ના વિવાદી રોડ માં ઇજારદાર અટવાયેલા રહ્યા હતા. હવે બોડેલી ની જેમ અલીપુરા નો રોડ પ્રજાજનો ના હિત ખાતર જલ્દી બને તેવી માંગ ઉઠી છે.

ઈમરાન મન્સુરી બોડેલી છોટા ઉદેપુર


Share to