નસવાડી તાલુકાના ચોરામલ ગામે બ્રિજ નાં લોકાર્પણનાં એક માસ માંજ પેરાફિટ મા તિરાડો દેખાવા લાગી.

Share toનસવાડી તાલુકાના ચોરામલ ગામે જવાના રસ્તા ઉપર મુખ્યમંત્રી સડક યોજનામાં બ્રિજ મંજૂર થયો હતો અને એક એજન્સી દ્રારા બ્રિજની કામગીરી કરાઇ હતી લાખો રૂપિયાના ખર્ચે બ્રીજની કામગીરી કરાઇ હતી જ્યારે બ્રીજની કામગીરીની દેખરેખ નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી અને બ્રિજ બનીને તૈયાર થઈ જતા ધારાસભ્ય  નાં હસ્તે એક માસ પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું હતું  એક માસ વીતતાં બ્રીજની બંનેવ સાઈડ ની પેરાફિટ મા અનેક જગ્યાઓ ઉપર મોટી મોટી તિરાડો દેખાવા લાગી છે હજુ લોકાર્પણ ને એક માસ જેટલો સમય થયો છે અને કોન્ટ્રાકટર દ્રારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર દેખવા લાગ્યો છે  એક માસમાં જ બ્રિજની પેરાફિટ માં તિરાડો દેખાતા અધિકારીઓની દેખરેખ ની પોલ ખુલી છે આદિવાસી વિસ્તારમાં સરકાર લાખો ગ્રાન્ટ વિકાસનાં કામો માટે  ફાળવે છે  પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર મિલી ભગત નાં કારણે કામોમાં ગુણવત્તા જળવાતી નથી

ફોટો લાઈન – નસવાડી તાલુકા ચોરામલ ગામે નવીન બનેલ બ્રીજની પેરાફીટ માં તિરાડો દેખાવા લાગી છે તેની તસવીર.


ઈમરાન મન્સુરી બોડેલી છોટા ઉદેપુર


Share to