November 22, 2024

બોડેલીમાં ધુળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

Share to



પ્રેમ અને એકતાના પ્રતિક સમાન રંગોનુ પર્વ  ધુળેટી પર્વ ની ઠેર ઠેર હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી

બોડેલી નગર સહિત જિલ્લાના વિવિધ શહેરો અને ગામોમાં  હોલિકા દહન બાદ ધૂળેટીનું પર્વ મનાવવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારથી જ મહોલ્લા, શેરીઓ અને સોસાયટીના યુવકો, બાળકો તેમજ  વડીલો સહિત સૌ કોઈ વિવિધ રંગો લઈ આવી એકબીજા ઉપર છાંટી રંગોથી રંગીન કરી દેવાયા હતા તો કેટલાક યુવકોના ચહેરા પર સ્પષ્ટ દેખાતા ન હોવાથી એકબીજાને ન ઓળખી શકે તેવા રંગાયા હતા. તો કેટલાક વિસ્તારોમાં પિચકારીઓથી રંગની છોળો છોડી પ્રેમના પ્રતિક સમા પર્વની ઉજવણી કરી હતી.
રંગોનુ પર્વ હોળી ધુળેટી બોડેલી નગરમાં આનંદ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવ્યું હતું
તો હોળી પછીનો  દિવસ એટલે ધુળેટી સવારથી જ નાનાબાળકો અને મોટેરાઓ ભાઈઓ-બહેનો સૌ કોઈ હાથમાં વિવિધ રંગ લઈને એક બીજાને રંગીને ધુળેટીનુ પર્વ મનાવ્યું હતું. અને અબીલ ગુલાલ એકબીજા પર નાખી શુભેચ્છાઓ પાઠવી હતી
પ્રેમ અને એકતાના પ્રતિક સમાન રંગોનુ પર્વ હોળી અને ધુળેટી પર્વ ની ઠેર ઠેર હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to