રાજસ્થાનથી સુરત આવી રહેલ બસનું લાડવી ગામ નજીક ટાયર ફાટતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો, બસ સીધી કેનાલમાં ખાબકી

Share to

રાજસ્થાનથી મુસાફરો ફરી સુરત આવી રહેલ બસને કામરેજના લાડવી અને કોસમાડા ગામ વચ્ચે અકસ્માત નડ્યો હતો. બસનું ટાયર ફાટી જતાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ સીધી કેનાલમાં ખાબકી હતી. જેને લઇને બસમાં સવાર અંદાજિત 15 જેટલા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા અને બૂમાબૂમ કરી હતી. બનાવને પગલે અન્ય વાહન ચાલકો તેમજ આજુબાજુ ગામના લોકો સ્થળ પર દોડી ગયા હતા. કામરેજ પોલીસ અને કામરેજ ફાયર વિભાગની ટીમની મદદથી મુસાફરોને હેમખેમ બહાર કાઢ્યા હતા. બનેલ અકસ્માતની ઘટનામાં મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચતા હાજર 108ની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી હતી.

સ્થાનિક તંત્રના માણસોની મદદથી મુસાફરોને બહાર કાઢ્યા હતા. સર્જાયેલ અકસ્માતમાં કોઈ મોટી ઈજાઓ મુસાફરોને થઈ ન હતી. કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓ.કે જાડેજાએ પણ તુરંત તેઓની ટીમ સ્થળ પર મોકલી આપી હતી.


Share to

You may have missed