DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

નેત્રંગ : શ્રી સાંદિપની વિદ્યાલય – નેત્રંગ ખાતે વાર્ષિકોત્સવ – ૨૦૨૪નુ આયોજ કરવામાં આવ્યું હતું.

Share to




શ્રી સાંદિપની કેળવણી મંડળ સંચાલિત શ્રી સાંદિપની પ્રાથમિક અને માધ્યમિક શાળા ખાતે બે દિવસીય વાર્ષિકોત્સવ “સંસ્કૃતિ-૨૦૨૪”નું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સાંદિપની વિદ્યાલય દર વર્ષે બાળકોના સર્વાંગી વિકાસ સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી શકે તે હેતુથી આ વાર્ષિકોત્સવ “સંસ્કૃતિ-૨૦૨૪”નું આયોજન કરાયું હતુ.

આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જે બાદ આ શાળાના સંચાલક ઉપેન્દ્રભાઈ ગોહિલે સૌ કોઈનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જે બાદ શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા હતા.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન મનોજભાઈ વસાવા, તાલુકા શિક્ષણાધિકારી સુરેશ વસાવા,  પોલિસ સબ ઇન્સ્પેકટર રાજેન્દ્રસિંહ ગોહિલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર જશુબેન સરવૈયા સહિત શાળાના પ્રા.આચાર્ય આર.પી.વસાવા અને મા.આચાર્ય આર.આર.વસાવા, અન્ય શાળાના આચાર્ય સહિત મોટી સંખ્યમાં ટાઉનના આગેવાનો વાલીઓ અને વિદ્યર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to