મહાશિવરાત્રી પવઁ નિમિતે નેત્રંગ નગરના કુબેર ભંડારી મંદિરે ત્રિદિવસીય મેળાનુ ભવ્ય આયોજન.૮ થી ૧૦ માચઁ દરમ્યાન મેળો ભરાશે.

Share to



પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા,૦૪-૦૩-૨૦૨૪.

મહાશિવરાત્રી ના મહાપર્વ ની ઉજવણી ને લઇને નેત્રંગ નગર મા આવેલ કુબેર ભંડારી મંદિર પરિસર ખાતે ત્રિદિવસીય મેળાનુ ભવ્ય આયોજન ની સાથે સાથે નગર સહિત પંથક મા આવેલ મહાદેવ મંદિરો મા ભાવિક ભકતજનનો થકી તડામાર તૈયારીઓ કરવામા આવી રહી છે.
તા,૦૮ માચઁને શુકવાર ના રોજ સનાતનીઓનું સૌથી મોટુ ધમઁ પવઁ મહાશિવરાત્રી છે. ધમઁ સંસ્થાઓ અને શિવભકતો દ્રારા દેશભરના શિવમંદિરોમાં ખૂબ જ ભકિતપુણઁ વાતાવરણ વચ્ચે મહાશિવરાત્રીનું પવઁ ઉત્સાહભેર ઉજવવા માટે તૈયારીઓ ચાલી રહી છે. જેને લઇ ને નેત્રંગ નગરમા પણ ગાંધીબજાર ખાતે આવેલ અમરેશ્વ મહાદેવ મંદિરે, જીનબજાર ખાતે આવેલ કંકેશ્વરમહાદેવ મંદિરે તેમજ નેત્રંગ રાજપારડી રોડ પર અમરાવતી નદી કિનારે બ્રિજની બાજુમા આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિરે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે કુબેર ભંડારી મંદિર પરિસર ખાતે
મંદિર સંચાલકો થકી પ્રથમ વખત જ ત્રિદિવસીય ભાતીગળ મેળાનું આયોજન કરવામા આવ્યુ છે. સદર મેળો તા, ૮ માચઁ થી લઇ ને ૧૦ માચઁ ૨૦૨૪ સુધી ભરાશે નીજ મંદિરોમા ભજનકિઁતન સહિત ઓમ હવન થશે રાત્રી દરમ્યાન ભજનની રમઝટ જામશે. મહાશિવરાત્રી ના દિવસે કુબેર ભંડારી મંદિર ખાતે બપોરના સમયે ફળાહર ની વેવસ્થા પણ કરવામા આવી છે. તા.૯ માચઁને શનિવાર ના રોજ મહાવદ અમાસ ને લઇ ને મહાપ્રસાદ  સવારે ૧૧ કલાકથી શરૂ થશે. ભાતીગળ મેળાનો તેમજ દાદાના દશઁન નો લાભ લેવા માટે સંચાલક ચીમનભાઈ વસાવા સહિત મંદિર પરિવારે જાહેર આમંત્રણ પાઠવેલ છે.
પંથક મા આવેલ આંજોલી, જેસપોર, વિજયનગર, થવા, શણકોઇ, ચાસવડ, કળીયા ડુંગર વિગેરે મંદિરો મા પણ મહાશિવરાત્રી પર્વ ની ભવ્ય ઉજવણી ભકિતમય માહોલ મા થશે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed