જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
અરજદાર કુમાર ધીરજલાલ દોશી જૂનાગઢના વતની હોય, કુમારભાઇ પોતાનું બાઇક લઇ ગીરીરાજ સોસાયટીથી ઉપરકોટ તરફ જતા હોય તે દરમ્યાન તેમનો રૂ. ૧૪,૦૦૦/- ની કિંમતનો OPPO કંપનીનો A17 મોબાઇલ ફોન ખીસ્સામાંથી ક્યાંક પડી ગયેલ હોય કુમારભાઇએ આજુબાજુ તપાસ કરેલ તથા પોતે જે રૂટ પરથી આવેલ તે રૂટ પર પણ તપાસ કરેલ પરંતુ મોબાઇલ ફોન મળી આવેલ નહિ.* મોબાઇલ ફોન કેવી રીતે શોધવો?? આ મોબાઇલ ફોનમાં તેમના અગત્યનાં ડેટા સેવ કરેલ હોય અને તે મોબાઇલ ફોન ભવિષ્યમાં મળવો ખૂબ જ મુશ્કેલ હોય જેથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
_જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. પ્રતિકભાઇ કરંગીયા, પો.કોન્સ. સુખદેવભાઇ કામળીયા, પાયલબેન વકાતર, નિતલબેન મહેતા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી કુમારભાઇ જે રૂટ પરથી પોતાની બાઇક લઇ નીકળેલ હોય તેનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા કુમારભાઇનો રૂ. ૧૪,૦૦૦/- ની કિંમતનો OPPO કંપનીનો A17 મોબાઇલ ફોન ગાંધી ચોકમાં પડતો હોય તેવુ જણાય આવેલ. ત્યારબાદ તુરંત જ એક JMC ના કચરો એકઠો કરતા છોટે હાથી ચાલક દ્વારા તે મોબાઇલ ઉઠાવી લેવાનુ CCTV ફૂટેજમાં સ્પષ્ટ નજરે પડેલ. જે આધારે તે છોટે હાથીનો રજી. નં. GJ-11-VV-2945 શોધેલ.*_
જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે છોટે હાથી ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે મોબાઇલ ફોન તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા કુમારભાઇનો રૂ. ૧૪,૦૦૦/- ની કિંમતનો OPPO કંપનીનો A17 મોબાઇલ ફોન ફક્ત ૨ કલાકમાં શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને કુમારભાઇ દોશીએ જણાવેલ કે તેમને આ મોબાઇલ ફોન પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ મોબાઇલ ફોન પોલીસે શોધી આપતા કુમારભાઇએ જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ,નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂ. ૧૪,૦૦૦/- ની કિંમતનો OPPO કંપનીનો A17 મોબાઇલ ફોન ફક્ત ૨ કલાકમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..*_
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.