November 22, 2024

ઓગષ્ટ-૨૦૨૧ ના પવેશ સત્રમાં ખાલી રહેતી બેઠકો ઉપર સરકારીઆઇ.ટી.આઇ.માં પ્રવેશ અંગે

Share to



રાજપીપલા,મંગળવાર:- રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજયની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થારાજપીપલા માં કેટલાક વ્યવસાયોમાં પ્રવેશસત્ર ઓગષ્ટ-૨૦૨૧માં જૂજ બેઠકો ખાલી રહેલ છે. આથી પ્રવેશવાંચ્છુ ઉમેદવારોએ ઉક્ત સંસ્થા ખાતેથી તેમજ ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન http://itiadmission.gujarat.gov.in ઉપરથી નવીન પ્રવેશ ફોર્મ ભરી જે સંસ્થા ખાતે પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તે સંસ્થા ખાતે નીચે દર્શાવ્યા મુજબ રૂ.૫૦/- રજીસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્રો સહીત પરત જમા કરાવવાનું રહેશે. જે ઉમેદવારોએ અગાઉ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરેલ હોય અને કોઇ કારણોસર પ્રવેશ મેળવી શકેલ ન હોય તો તેવા ઉમેદવારોએ અલગથી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી. તેઓએ ઓનલાઇન પ્રવેશ ફોર્મ, રજીસ્ટ્રેશનની રસીદની ઝેરોક્ષ નકલ સહીત સંબધિત સંસ્થાને અરજી કરવાની રહેશે.

બેઠકો ભરવાની બીજા રાઉન્ડની કાર્યવાહી ઔધોગિક તાલીમ સંસ્થા,રાજપીપલા ધ્વારા નિયત કાર્યક્રમ મુજબ જે તે સંસ્થા કક્ષાએ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાનું શરૂ કરવાની તા.૨૪/૦૮૨૦૨૧, પ્રવેશ ફોર્મ આઇ.ટી.આઇ.ખાતે રજીસ્ટર્ડ કરવાની છેલ્લી તા.૧૦/૦૯/૨૦૨૧ સાંજે ૦૬:૦૦ કલાક સુધી, જે તે સંસ્થા ખાતે મેરીટ લીસ્ટ પ્રસિધ્ધ કરવાની તા.૧૨/૦૯/૨૦૨૧ તેમજ જે તે સંસ્થા ખાતે રૂબરૂ મુલાકાત અને પ્રવેશ આપવા અંગેની કાર્યવાહીની તા.૧૩/૦૯/૨૦૨૧ થી તા.૧૫/૦૯/૨૦૨૧ રાખવામાં આવેલ છે, જેનો પ્રવેશવાંચ્છુ ઉમેદાવારોએ લાભ લેવા આચાર્યશ્રી,ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજપીપલા, જિ.નર્મદા તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.


Share to