હાલ મળતી માહિતી અનુસાર ભરૂચ નજીક નેશનલ હાઇવે ૪૮ ઉપર બસમાં સવાર આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો પ્રયાસ થયો છે. લૂંટારુઓએ ઘટનાને અંજામ આપવા એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં એકમુસાફર ઈજાગ્રસ્ત થયો છે.ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યો છે. ગોપાલ ટ્રાવેલ્સની બસમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ નિયમિત મુસાફરી કરતા હોવાનું ધ્યાન પર આવતા આજે આ બસમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે લૂંટારુઓ મુસાફર બની બસમાં સવાર થયા હતા. નેશનલ હાઇવે ૪૮ ઉપર મુલદ નજીક એક મહારાષ્ટ્ર પાસિંગની કારે બસનેઉભી રાખી હતી.
લૂંટારુઓએ અહીં બસના ચાલક અને ક્લીનર ઉપર હુમલો કરી આંગડિયા પેઢીનાકર્મચારીઓને લુંટવાનો પ્રયાસ કર્યો હતો. ભાવનગરના મુસાફર અનિલ ડાંગર લૂંટારુઓ સામેપડી બસનો દરવાજો બંધ કરવા પ્રયાસ કરતા લૂંટારુઓએ ફાયરિંગ કર્યું હતું જેમાં અનિલ ઈજાગ્રસ્ત થયો હતો. સમગ્ર બસ માં સવાર મુસાફરો એ બુમરાણ મચી જતા લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા.ઇજાગ્રસ્તને ભરૂચ સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતા જએસ.પી.આર.વી.ચુડાસમા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને નાકાબંધી કરાવી લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે…
રિપોર્ટર:-કાદર ખત્રી
More Stories
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.