November 21, 2024

ફળ- શાકભાજી-ફૂલપાકો જેવી કૃષિપેદાશોનું વેચાણ કરનારાઓછત્રી/શેડ કવર મેળવવા અરજી કરેઃ

Share to


——-
સુરતઃસોમવારઃ- સુરત જિલ્લાના બાગાયતદારો અને ફળ-શાકભાજી-ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતા, હાટ બજારમાં વેચાણ કરતાં કે પાથરણા કે લારીથી વેચાણ કરે છે. તેના માટે બાગાયત ખાતા દ્વારા વિનામૂલ્યે છત્રી/શેડકવર પૂરા પાડવા માટે આઇ-ખેડુત પોર્ટલ તા.૧૫/૦૯/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. લાભ લેવા માગતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉપરાંત શહેરી વિસ્તાર માટે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા ઇસ્યુ કરાયેલ નાશવંત કૃષિ પેદાશોનું છુટકમાં વહેચાણ કરતા હોવાનું ઓળખકાર્ડ જમા કરાવવું ફરજીયાત છે. તેમજ ગ્રામ્ય કક્ષાએ જે તે સેજા હેઠળના ગ્રામ સેવક દ્વારા ગામમાં/ ગામની સીમમાં/ ગામની નજીકના રોડ સાઇડ ઉપર શાકભાજીનું છુટક વેચાણ પાથરણા/ લારીથી કરે છે તેની ખરાઇ અંગેનો દાખલો, રેશનકાર્ડની નકલ તથા આધારકાર્ડની નકલ રજુ કરવી જરૂરી છે. સમયમર્યાદામાં ઓનલાઇન અરજીની નકલ તથા જરૂરી સાધનિક પુરાવાઓ સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઈન્સ ખાતે જમા કરવાની રહેશે.


Share to

You may have missed