November 21, 2024

નવી સિવિલ હોસ્પિટલમાં બે એક્ષ-રે મશીન માટેરૂ.૨૨.૧૭ લાખની MLA ગ્રાન્ટની ફાળવણી કરતાં ધારાસભ્ય હર્ષ સંઘવીમજુરાના જાગૃત ધારાસભ્યએ માત્ર પાંચ દિવસના ટુંકાગાળામાં સિવિલને બે એકસ-રે મશીન ખરીદવાની ગ્રાંટની ફાળવણીનો પત્ર એનાયત કર્યો

Share to


કોરોનાની બહેતર સારવારના હેતુ માટે MLA ગ્રાન્ટ ઉપયોગી નીવડશે
————
સુરત:સોમવાર: કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા આરોગ્યવિષયક સાધનસામગ્રી ખરીદવા માટે રાજ્યના ધારાસભ્યોને તેમની વર્ષ ૨૦૨૧-૨૨ની ગ્રાન્ટમાંથી રૂ.૨૫ લાખ ખર્ચવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે ૧૬૫-સુરત મજૂરા વિધાનસભાના જાગૃત ધારાસભ્યશ્રી હર્ષ સંઘવીએ કોરોનાની બહેતર સારવાર તેમજ નવી સિવિલ હોસ્પિટલની આરોગ્યવિષયક સારવાર સુવિધામાં વધારો થાય એ હેતુથી બે એક્ષ-રે મશીન માટે તેમની ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી રૂા.૨૨,૧૭,૬૦૦ની ફાળવણી કરી છે. આ સંદર્ભે તેમણે મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીને પત્ર લખી તેમની ધારાસભ્ય તરીકેના ફંડનો ઉપયોગ કરી બે એક્ષ-રે મશીન ખરીદીની પ્રક્રિયા કરી જરૂરિયાતમંદ દર્દીઓ સુધી ત્વરિત સેવા પહોંચાડવા જણાવ્યું છે.
નોંધનીય છે કે, ધારાસભ્યશ્રીએ પાંચ દિવસ પહેલા નવી સિવિલની મુલાકાત લીધી હતી ત્યારે રેડિયોલોજી વિભાગના હેડ ડો.પૂર્વી દેસાઈએ એકસ-રે મશીન માટે રજુઆત કરી હતી. જયારે ગુજરાત નર્સિગ કાઉન્સીલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલા અને રાજુભાઈ નાયકે સિવિલમાં આવતા દર્દીઓ માટે એકસ-રે મશીનની જરૂરીયાત અંગે ધારાસભ્યને અવગત કરાવ્યા હતા. શ્રી હર્ષ સંધવીએ ત્વરિત નિર્ણય લઈને ગ્રાંન્ટ આપવા જણાવ્યું હતું. આમ પાંચ દિવસના ટુંકાગાળામાં ગ્રાંટની ફાળવણીનો પત્ર આર.એમ.ઓ. કેતન નાયક, નિલેશ લાઠિયા અને દિને અગ્રવાલને અર્પણ કર્યો હતો.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અટકાવવાં માટે તેમજ કોરોનાની વધુ સારી સારવાર મળે એ માટે જાગૃત્ત જનપ્રતિનિધિઓની આ પ્રકારની પ્રેરણાદાયી પહેલ અનુકરણીય અને આવકારદાયક છે.


Share to

You may have missed