September 7, 2024

જબુગામ ખાતે શિક્ષણ સમિતિના ચેરમેન ના હસ્તે 3 લાખના ખર્ચે બનેલ સમાજ ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યુંજિલ્લા પંચાયત સદસ્ય સંજયભાઈ રાઠવા દ્વારા લોક હિતાર્થની ગ્રાન્ટ માંથી સમાજના લોકો માટે સમાજ ઘર બનાવી આપવામાં આવ્યો

Share to


જેથી કરી સામાજિક કાર્યોમાં કે લગ્ન પ્રસંગમાં કોઈકને તકલીફ ના પડે અને કોઈ ગરીબ વ્યક્તિના સામાજિક કાર્યક્રમમાં કોઈ અડચણ ન આવે અને મદદરૂપ થાય તે માટે સમાજ ઘર બનાવી લોકાર્પણ કરવામાં આવ્યું
      આ સમાજ ઘર નું કામ પૂર્ણ થતા આજરોજ છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવાના હસ્તે આ સમાજ ઘરનું ઉદઘાટન રીબીન કાપીને કરવામાં આવ્યું વધુમાં હાલ ભારતીય જનતા પાર્ટીના ગાવ ચલો અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે તો પોતાના પ્રવચનમાં શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી દ્વારા વિવિધ યોજનાઓની જાણકારી પણ આપવામાં આવી
અને ખાસ કરીને આયુષ્માન કાર્ડ તથા આવાસ યોજના જેવી અનેક યોજનાઓની વિસ્તાર પૂર્વક સમજ આપી હતી અને હર હંમેશ માટે તેઓ પોતાની પ્રજા ના કામો ને વાચા આપવા માટે તત્પર છે એવું પણ જણાવ્યું હતું
   આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સંજયભાઈ રાઠવા, સાદીકભાઈ કુરેશી, ગ્રામ પંચાયત ના સભ્ય દિલીપભાઈ રાઠવા, વસીમભાઈ શેખ, અમરતભાઈ પ્રજાપતિ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed