બોડેલી અલીપુરા એમ.ડી.આઇ પ્રાથ.ખત્રી વિદ્યાલયમાં ૭૫માં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી*

Share to


આજે ૨૬મી જાન્યુઆરી ૭૫ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારત ભરમાં ઉજવણી થતી હોય ત્યારે બોડેલી એમડીઆઇપ્રાથમિક શાળા–ખત્રી વિદ્યાલયમાં આન બાન શાંનથી મુખ્ય મહેમાનશ્રી મોહસીન અલી બાવા દ્વારા અનેરા ઉત્સાહ સાથે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મતદાન જાગૃતિને કેન્દ્રવતી બિંદુએ રાખી ધો.૧૦ના વિદ્યાર્થીએ મતદાન જાગૃતી વિશે સમજ આપી ધો.11 ના વિદ્યાર્થીઓ દ્વારા નાટક રજૂ કરાયું.તથા પ્રા.શાળાના નાના નાના ભૂલકાઓ દ્વારા બાળગીતો, નાટય,દેશ ભક્તિ ગીતો દ્વારા વાતાવરણ ને મદમોહક બનાવ્યું હતું. ત્યારે ઉપસ્થિત મહેમાનગણે આશ્ચર્યચકિત થઈ આ ભૂલકા કલાકારો ને ઈનામોથી સન્માનિત કર્યા હતા. આ તકે શાળાના આચાર્ય યુ.વાય.ટપલા દ્વારા સંવિધાનના ઘડવૈયાઓ ની યાદ તાજી કરાવી દેશની પ્રગતિમાં સતતને સતત આપનો સિંહ ફાળો હોય તે માટે આહવાન કર્યું હતું.અંતે એમડીઆઇ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી શેહનાઝબેન પઠાણ દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to