જિલ્લા કક્ષાના ૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરતા શ્રીમતી સ્તુતિ ચારણ
૭૫માં પ્રજાસત્તાક પર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ પરેડ આકર્ષણનું કેન્દ્ર
છોટાઉદેપુર: તા. ૨૬
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની ડી.બી પારેખ સાર્વજનિક હાઈસ્કુલ ખાતે જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણે રાષ્ટ્રની આન, બાન અને શાન સમા તિરંગાને લહેરાવીને જિલ્લા કક્ષાના ૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી.
જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ પર પ્રજાજોગ સંબોધન કરતા કલેકટરશ્રી સ્તુતિ ચારણે જણાવ્યું હતું કે, રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છોટાઉદેપુરને અલગ જિલ્લો બનાવી આ વિસ્તારનો વિકાસ વેગવંતો બને એ માટેની નીંવ રાખી હતી. રાજય સરકાર છોટાઉદેપુર જિલ્લાના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે સતત પ્રયાસરત રહી છે.પ્રજાજોગ સંદેશમાં તેઓએ જણાવ્યું હતું કે “સ્વચ્છતા હી સેવા” અને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” જેવા દેશવ્યાપી અભિયાનને છોટાઉદેપુર જિલ્લામાં સારો પ્રતિસાદ મળ્યો છે.
તેઓએ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમગ્ર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવી રહેલા વિકાસકાર્યો અને માળખાકીય સુવિધાઓની વિગતવાર માહિતી આપી હતી.સરકાર દ્વારા જિલ્લાના વિકાસ માટે શરૂ કરવામાં આવેલી વણથંભી વિકાસયાત્રામાં જાહેરજનતાને સહભાગિતા નોંધાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને પોલીસ વિભાગના મહિલા કર્મચારીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો,પોલીસ પરેડ,વિવિધ વિભાગોના ટેબ્લોઝ રજૂ કરવામાં આવ્યા હતા.જિલ્લા જળ સંચાલન સમિતિ અને વાસ્મો આધારિત ટેબ્લો ને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો.
વિવિધ ક્ષત્રે વિશિષ્ઠ સિદ્ધિ હાંસલ કરનાર સિદ્ધિવંતોનું કલેકટરશ્રીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટરશ્રી અને અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો આગવો સંદેશ આપ્યો હતો.
ઇમરાન મન્સુરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
ભરૂચ જીલ્લા ક્વોરી ઑનર્સ એસોસિયેશનના સભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
* કુમસગામેથી સોલર સ્ટ્રીટલાઇટને બેટરીનો ભંગારમાં વેચાણ કરવા જતાં બે યુવક ઝડપાયા
નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખુખાર ચોર ટોળકીથી ભયનો માહોલ. = નેત્રંગ પોલીસની અફવાથી દુર રહેવા લોકોને અપીલ. = અસનાવી ગામે ખાણ ખનીજ વિભાગના વિજીલેનસ ટીમના અધિકારીઓને લોકોએ બાનમા લીધા.