સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ કૃષિ એક્સ્પોને રીબીન કાપીને ખૂલ્લો મુક્યો

Share to



ખેતીમાં મજુરી ખર્ચ ઘટાડવા બજારમાં ઉપલબ્ધ સાધનો સહાયદરે ખેડૂતો ખરીદી શકે તેવા તમામ આધુનિક ખેત – ઓજારોનું પ્રદર્શન યોજાયું”

તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાના પ્રતિભાવો આપ્યા


ભરૂચ – બુધવાર – અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટેની (AGR -૩ ) તથા નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન ( ન્યુટ્રીસિરિયલ) યોજના અંતર્ગત કૃષિ મેળો, પ્રદર્શન અને પાક પરિસંવાદ પ્રજાસત્તાક દિન નિમિત્તે અલમાવાડી મંડળીના ગ્રાઉન્ડ ખાતે ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્રારા આયોજીત એગ્રી એક્ષ્પોનું ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ રીબીન કાપીને ખુલ્લું મૂક્યું હતું.

આજના સમયને અનુરૂપ ખેતીમાં મજુરી ખર્ચ ઘટાડવા બજારમાં ઉપલબ્ધ સાધનો સહાયદરે ખેડૂતો ખરીદી શકે તેવા તમામ આધુનિક ખેત – ઓજારોનું પ્રદર્શન થનાર છે તથા સિંચાઈ વિસ્તારનો વધે તમામ સાધનો જેવા કે ટપક સિંચાઈ પધ્ધતિ યુનિટ, પાણીનાં વહન માટે પાઈપ લાઈનો, તેમજ પાણીના ઉદ્વહન માટે વપરાતા વિવિધ પ્રકારના પંપસેટનું પ્રદર્શન કરાયું હતું .

પાક-પોષણ અને પાક રક્ષણ માટે છંટકાવ કરવા માટે વપરાતાં તમામ પ્રકારના સ્પ્રે, પંપનું પણ પ્રદર્શન કરાયું હતું. પશુઓથી થતા નુકશાન સામે રક્ષણ મેળવવાં તાર ફેન્સીંગ, સોલાર વાયર ફેન્સીંગ વિગેરેના જુદા – જુદા મોડેલ પ્રદર્શિત થયા હતાં.જમીનમાં રહેલ ભેજનું પ્રમાણ, જમીનનું તાપમાન, જમીનમાં રહેલ કાર્બનનું પ્રમાણ તેમજ મુખ્ય પોષક તત્વોનું પ્રમાણ ચકાસવાનાં માટે સ્માર્ટ સાધનોનો ઉપયોગ કરી પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અમલમાં મૂકી જમીનની ફળદ્રુપતા વધારવાની સાથે સ્વાસ્થ્યપ્રદ અનાજ, શાકભાજી, ફળો વિગેરેની ખેતીની જાણકારી મેળવવાં માટે એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વેળાએ તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાના પ્રતિભાવો પણ આપ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્યના શ્રી રીતેશ ભાઈ વસાવા, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી રાયસિંગ ભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ, શ્રીમતી વસુધા બેન વસાવા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પ્રવીણભાઈ મંડાણી, ભરૂચ જિલ્લાના સર્વે ખેતી વાડી વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, નેત્રંગ, વાલીયા અને ઝઘડીયા વગેરે તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ખેડુત, વગેરે ઉપસ્થિત રહયા હતાં.


Share to