ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના મગરવાડા પૌરાણિક તીર્થક્ષેત્રના ગાદીપતિ પૂજ્ય વિજય સોમજીમહારાજ સાહેબ અયોધ્યા નગરીમાં શ્રી રામ પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું

Share toઐતિહાસિક નગરી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર બની રહેલા નવા મંદિરમાં શ્રીરામ ની પ્રાણ પ્રતિષ્ઠા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી આ શુભ અવસરનું વિશ્વ સાક્ષી બનવા જઈ રહ્યું છે દિવાળી કરતા પણ અનેક ગણો ઉત્સવ ગામડે ગામડે અને શહેરોમાં દેશ વિદેશમાં ભક્તોમાં જોવા મળી રહ્યો છે ત્યારે દેશભરના સાધુ-સંતો ને અયોધ્યામાં આમંત્રણ આપવામાં આવ્યું છે આજે મગરવાડા તીર્થક્ષેત્રના ગાદીપતિ વિજય સોમજી મહારાજ પણ આ પ્રાણ પ્રતિષ્ઠા ના સાક્ષી બન્યા હતા સનાતન ધર્મની રક્ષા કરનારા અને તમામ સંતો-મહાત્માઓની જય, તેમની તપસ્યાના કારણે આજે આપણે સૌને રામ રાજ્ય જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે

મગરવાડા ગાદીપતિ વિજય સોમજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે સદીઓના સંઘર્ષ અને લાંબી પ્રતીક્ષા બાદ માનવતાના આદર્શ ભગવાન શ્રી રામ પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. આ અનોખા દિવસના સાક્ષી બનવા માટે આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ અને આ એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ છે, જે આપણા સનાતનની સમૃદ્ધિ અને એકતા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.આ શુભ તહેવારની આપને હાર્દિક શુભકામનાઓ,તમને અને તમારા પરિવારના તમામ સભ્યો અને શુભચિંતકોને રામ મંદિરના અભિષેકની શુભકામનાઓ!ભગવાન રામ અને માતા જાનકી હંમેશા તમારા પરિવાર અને ભક્તોને કાયમી માટે આશીર્વાદ વરસતા રહે તેવી શુભકામનાઓ
જય શ્રી રામ

રિપોર્ટર મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed