જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા બોડેલી તાલુકાના જબુગામ ખાતે મફત કાનૂની સલાહ કેન્દ્ર જનતા માટે ખુલ્લુ મુકવા મા આવ્યું

Share to
જબુગામ સહિત આજુબાજુ વિસ્તાર ની જનતાને મફતમાં કાનૂની સેવા મળી રહે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ બોડેલી તાલુકા નાં જબુગામ ખાતે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા બોડેલી તાલુકાના જબુગામ ખાતે મફત કાનૂની સલાહ કેન્દ્ર જનતા માટે ખુલ્લુ મુકવા મા આવ્યું આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ ડીસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા લીગલ એડ ક્લિનીકનું ઉધઘાટન નો કાર્યક્રમ રાખેલ જે કાર્યક્રમ ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વિશ ઓથોરીટી અને બોડેલી તાલુકા કાનુંની સેવા સમીતી તેમજ બોડેલી વકીલ મંડળના સંયોજન થી આ કાર્યક્રમ નું આયોજન કરવામા આવેલુ હતું જે કાર્યક્રમને સફળ બનાવવા માટે પધારેલા મહેરબાન મહેમાન એવા માનનીય મુખ્ય મહેમાન શ્રી ડી. પી. ગોહિલ સાહેબ કે જેઓ, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુર ના ચેરમેન છે તેમજ પ્રિન્સીપલ ડીસટ્રીક્ જજ સાહેબ, છોટાઉદેપુર કે જેઓ તેમનો કિંમતી અને અમુલ્ય સમય ફાળવીને આજ રોજ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અમારા આમંત્રણને માન આપીને હાજરી આપી અને તેમના વરદ્દ હસ્તે આ લીગલ એડ ક્લિનિક નુ ઉદ્દઘાટન કરી આ શુભ કાર્યની શરૂઆત કરાવી આમ નાગરિકો કો માટે ખુલ્લુ મુકેલ હોય તે બદલ બોડેલી તાલુકાની સેવા સમીતી તેમજ સમગ્ર બોડેલી વકીલ મંડલ પરિવાર આપણો દીલથી ખુબ ખુબ આભાર માને છે. તેમજ જીલ્લા કાનુની સેવા સત્તા છોટાઉદેપુર ના ફુલ ટાઈમ સેક્રેટરી શ્રી એમ. વી. પટેલ સાહેબ કે જેઓ પોતાનો કિંમતી સમય ફાળવી આજ રો જ આમંત્રણને માન આપી હાજર રહ્યા અને તેમની હાજરીથી કાર્યક્રમની શોભા વધારી તે બદલ બોડેલી તાલુકા કાનુની સેવા સમીતી તેમજ સમગ્ર બોડેલી વકીલ મંડળ પરીવાર આપણો દીલથી ખુબ ખુબ આભાર માને છે. સાથે સાથે આ કાર્યક્રમમાં સીપીઆઈ સાહેબ વસાવા તથા બોડેલી પી.એસ.આઇ તથા બોડેલી મામલતદાર સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે બોડેલી વકીલ મંડળના પ્રમુખ એડવોકેટ લલિત ચંદ્ર રોહિત સહિત બોડેલી વકીલ મંડળના તમામ સભ્યો તથા બોડેલી ના તમામ વકીલો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed