જૂનાગઢ ના વિસાવદર લાયન્સ કલબ દ્વારા જુદી જુદી શાળાઓમા ભગવાન શ્રી રામ ના જીવન પ્રસંગો આધારિત ચિત્ર સ્પર્ધા યોજાઈ.

Share to




વિસાવદર માં લાયન્સ કલબ વિસાવદર દ્વારા કલબના સિનિયર માર્ગદર્શક અને ડ્રિસ્ટિકટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશી ની પ્રેરણા તેમજ પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલ ના માર્ગદર્શન હેઠળ તાલુકાની જુદી જુદી શાળાઓમા ભગવાન શ્રી રામ ના જીવન પ્રસંગો આધારિત ચિત્ર સ્પર્ધા યોજવામાં આવેલ. જે અંતર્ગત ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક એમ ત્રણ વિભાગો મા સ્પર્ધાનું તાલુકાની જુદી જુદી શાળાઓમાં આયોજન કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોત પોતાનામાં રહેલી કલા શકિત ને સુંદર નિખાર આપી ચિત્રો બનાવેલ. સ્પર્ધામા ભાગ લેનાર તમામ સ્પર્ધકોને લાયન્સ કલબ વિસાવદર દ્વારા પ્રતિભા સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ.
સ્પર્ધા અંતર્ગત સરકારી હાઈસ્કૂલ વિસાવદર, નગર પંચાયત હાઈસ્કૂલ વિસાવદર, મીડલ સ્કૂલ મોટા ભલગામ, શ્રી સરદાર પટેલ વિદ્યા મંદિર હાઈસ્કૂલ કાલસારી, એન.સી.પરમાર સરકારી ગલ્સૅ હાઈસ્કૂલ વિસાવદર, શૈક્ષણિક સંકુલ માંડાવડ, સ્વામીનારાયણ ગુરૂકુળ હાઈસ્કૂલ વિસાવદર, એપોલો ઈન્ટરનેશનલ સ્કૂલ વિસાવદર,પે.સેન્ટર કન્યા શાળા વિસાવદર, પે. સેન્ટર કુમારશાળા વિસાવદર, પે. સેન્ટર શાળા લાલપુર, પે. સેન્ટર શાળા કાલસારી, હનુમાનપરા પ્રાથમિક શાળા વિસાવદર, સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા વિસાવદર, પે. સેન્ટર શાળા સરસઈ, નાની મોણપરી પ્રાથમિક શાળા, મોણીયા પ્રાથમિક શાળા, કાલાવડ પ્રાથમિક શાળા, મોટી પીડાખાઈ પ્રાથમિક શાળા,રાવણી(કુબા) પ્રાથમિક શાળા, સુખપુર પ્રાથમિક શાળા, ઢેબર પ્રાથમિક શાળા, કુબા (રાવણી) પ્રાથમિક શાળા સહિતની શાળાઓ ના વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધેલ.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to