September 7, 2024

બોડેલી માં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને વિશાળ બાઈક રેલી નીકળી

Share to


બોડેલી નગરમાં રામઘુન અને કેસરી ઝંડા ના માહોલ વચ્ચે ભવ્ય બાઇક રેલી હાલોલ રોડ પર આવેલા જલારામ મંદિરેથી નીકળી હતી. જેમાં યુવાનો, યુવતીઓ અને વડીલો સૌ રામ ભક્તો ઉત્સાહભેર જોડાઈને ભક્તિમય માહોલ બનાવ્યો હતો.
શ્રીરામ જન્મ ભૂમિ અયોધ્યા તીર્થક્ષેત્ર માં તા. 22 મી એ પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે, ત્યારે બોડેલી, ઢોકલિયા, અલીપુરા, ચાચક વિગેરે સમગ્ર વિસ્તાર માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામભક્તોને સાથે લઈને સુંદર આયોજન હાથ ધર્યું છે.
પ્રાણ પ્રતિષ્ઠા ના પાંચ દિવસ પૂર્વે આયોજિત બાઈક રેલી માટે વિહિપ જિલ્લા પ્રમુખ દિપક વ્રજવાસી અને કાર્યકરો એ બાઈક રેલી સફળ બનાવવા અનોખું આયોજન કર્યું હતું. દરેક બાઈક ચાલક અને પાછળ બેઠેલા રામભક્તે કેસરી ખેસ પહેરી બાઇક પર કેસરિયો ઝંડો લગાવ્યો હતો અને બાઈક રેલી સાથે ડી જે પર શ્રીરામ ના ભજનો ગુંજતા હતા. બાઇક રેલી અલીપુરા ની તમામ સોસાયટીઓ , બોડેલી ના તમામ વિસ્તાર, ઢોકલિયા અને ચાચક ના માર્ગો પર નિકળતા માહોલ ધાર્મિક બન્યો હતો.
બાઇક રેલી માં વિહિપ નેતા દીપક વ્રજવાસી, જિલ્લા અને તાલુકા ભાજપ ના આગેવાનો, દરેક સમાજ ના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યા માં જોડાયા હતા.યુવતીઓ અને મહિલાઓ પણ હરખ સાથે જોડાઈ હતી. બાઇક રેલી નું ઠેરઠેર સ્વાગત સાથે આવકાર મળ્યો હતો. બોડેલી પોલીસે બાઈક રેલી ના રૂટ પર બંદોબસ્ત જાળવ્યો હતો.


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed