November 4, 2024

જુનાગઢ માં સેવાભાવી સંસ્થા હિરાદિપ ચેરીટેબલ ટ્રસ્ટ મકરસંક્રાંતિના દિવસે ધાયલ થયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવી

Share to



જૂનાગઢમાં કાર્યરત શ્રી હિરાદિપ ચેરીટેબલ ટ્રસ્ટ અનેક વિધ સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ છે , ત્યારે આ ટ્રસ્ટ મકરસંક્રાંતિના દિવસે ઘાયલ થયેલ પક્ષીઓની સારવાર કરવા માટે આગળ આવ્યો હતો.
કામધેનુ વેટરનિટી હોસ્પિટલ ના સહયોગથી શ્રી હીરાદિપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઝાદ ચોક ખાતે કેમ્પ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં મકરસંક્રાંતિના દિવસે ઘાયલ થયેલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી પાકા દોરા ને લીધે કબુતરો અને ચકલી ચકલીઓ ઘાયલ થયેલ હોવા અંગેના ફોન કોલ્સ પણ હિરાદિપ ચેરીટેબલ ટ્રસ્ટ ને આવ્યા હતા. જેને મદદરૂપ બનવા ટ્રસ્ટ અને હોસ્પિટલ આગળ આવ્યા હતા . આ સાથે બે ધાયલ ગાય ની પણ સારવાર કરીને પૂણ્ય નું કાર્ય કર્યું હતું સમગ્ર આયોજન ને સફળ બનાવવા કલ્પનાબેન જોશી , જીયાબેન જોશી, ગોપાલભાઈ બાટવીયા, હર્ષદભાઈ સોની સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed