વિશ્વ હિન્દુ પરિષદ માંડવી પ્રખંડ તથા શ્રી રામ જન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠા સનારોહ સમિતિ માંડવી દ્વારા તાલુકા મંડલો ને અક્ષત કળશ વિતરણ નું આયોજન શિરવા મધ્યે યોજાયું

Share toભગવાન શ્રી રામ ના પવિત્ર જન્મ સ્થાન પર પ. પૂ. સંતો દ્વારા પૂજિત અક્ષત કળશ શિરવા ના પાવન  આંગણે આવતા એનું સામૈયું,સ્વાગત પૂજન તેમજ ધર્મસભા સહિત ના કાર્યક્રમો યોજાયા અયોધ્યા થી આવેલ પુજીત અક્ષત કુંભ સાધુ સંતો ના કરકમલો દ્વારા શિરવા ગામે આવેલ ગ્રામજનોએ સનાતન પરંપરા મુજબ ગામ ના પ્રવેશ દ્વારે કળશધારી કન્યાઓ સહિત કંકુ ચોખા થી વધાવી સામૈયું કર્યું હતું ત્યારબાદ શોભાયાત્રા સ્વરૂપે અક્ષત કળશ પૌરાણિક રામ મંદિરે પધરાવી વૈદિક વિધિ વિધાન થી પૂજન અને આરતી કરવામાં આવ્યા ગામલોકો એ દર્શન પૂજન નો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી ત્યારબાદ ધર્મસભા યોજાઈ હતી લોકો ને અયોધ્યામાં બની રહેલ ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની માહિતી અપાઈ અને આગામી ઉત્સવો ઊજવવા બાબત માહિતગાર કરવામાં આવ્યા માંડવી તાલુકા માં બિદડા, કોડાય,મોટી રાયણ, રતડીયા, ભોજાય, બાડા, મોટા લાયજા, વિવિધ મંડલ ના પ્રમુખ કાર્યકરો ને સાધુ સંતો,સામાજિક અગ્રણીઓ, વિહિપ તથા સંઘપરિવાર ના પદાધિકારીઓ ના હસ્તે અક્ષત કળશ અર્પણ કરાયા
આગામી તા 30 ડિસેમ્બર થી તાલુકાના વિવિધ ગામોમાં કળશ ની રથયાત્રા ના આયોજનો થશે અને તા 1 થી 15 જાન્યુઆરી એ અક્ષત થી દરેક હિન્દૂ પરિવારો ને ઘરે ઘરે અયોધ્યામાં બની રહેલ શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા નું આમંત્રણ આપવામાં આવશે
આ શુભ અવસરે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રાંત ના ઉપાધ્યક્ષ પ.પૂ. શ્રી શ્યામભારતીજી બાપુ એ આશીર્વચન પાઠવ્યા હતા, માંડવી તાલુકા કાર્યવાહ કરમણભાઈ ગઢવી, સમરસતા મંચ જીલ્લા સંયોજક વિરલભાઈ ભોરણીયા,વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છ જીલ્લા ઉપાધ્યક્ષ શાસ્ત્રી શ્રી દિપેશભાઈ જોષી,
વિહિપ માંડવી પ્રખંડ ઉપાધ્યક્ષ શિવદાસ દિવાણી, કાન્તિભાઈ દામાં,શિરવા ભાનુશાલી મહાજન પ્રમુખ શ્રી ચુનીલાલ ગોરી, કિશોરભાઈ જોયસર, શિરવા સરપંચ શ્રી પરેશભાઈ ચાંદ્રા, ડો.લક્ષ્મીદાસ કટારીયા,વેલજી ગોરી,સુરેશ ભદ્રા, જટુભા જાડેજા, ડો. ખુશાલસિંહ ચાંદરોગા, વૈભવ સંઘવી, જીગર બાપટ, રાજન ચૌધરી, સ્મિત પોકાર, કાન્તિ ભદ્રા, ગિરીશ દામાં, કિશોર દામાં,ભાનુશાલી મહિલા મંડળ શિરવા ના બહેનો,જયમતાજી મંડળ શિરવા
વિહિપ પદાધિકારીઓ,સંઘ પરિવાર, વિવિધ ભગિની સંસ્થાઓ,સામાજિક રાજકીય મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં રામ સેવકો ની ઉપસ્થિતિ માં ભવ્ય સ્વાગત પૂજન થયું
સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ


Share to