વષોઁથી ડાધુઓને નદીના પાણીમાં જીવના જોખમે સ્મશાન યાત્રા લઇ ને જવુ પડે છે.
નેત્રંગ. તા, ૨૭-૧૨-૨૦૨૩.
નેત્રંગ નગરના ભાઠાકંપની વિસ્તારમાં અમરાવતી નદીના સામે કિનારે આવેલા આદિવાસી સ્મશાન ગૃહ મા જવા માટે કોઇ જાતનુ નાળુ નહિ હોવાથી વષોઁથી ડાધુઓને નદીના પાણીમાં જીવના જોખમે સ્મશાન યાત્રા લઇ ને જવાની ફરજ પડી રહી હોવાને લઇ ને આદિવાસી લોકો હેરાનપરેશાન થઇ ઉઠીયા છે. તેવા સંજોગો મા ગત વષેઁ આ સ્મશાન વિસ્તાર માટે નાળુ બનાવવા માટે ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધા બાદ આજની તારીખે પણ પ્રજાને સ્મશાન સુધી જવા માટે રોડ રસ્તો તેમજ નાળુ નસીબ નહિ થતા એની એજ હાલત જોવા મળી રહી છે.
નેત્રંગ નગર મા બે થી ત્રણ સ્મશાન છે જેમા શ્રીજી ફળીયા પાસે રેલ્વે બિજ પાસે અમરાવતી નદી ના કિનારે બે અલગ અલગ જગ્યાએ બે સ્મશાન આવેલ છે. જ્યારે ત્રીજુ સ્મશાન ભઠ્ઠા કંપની વિસ્તાર મા અમરાવતી નદીના સામે કિનારે આવેલ છે. આ સ્મશાન ગૃહ મા નગર ના ભાઠાકંપની ફળીયા ના લોકો, નવીવસાહત ના લોકો, ફોકડી ગામના લોકો, વડપાન ગામના લોકો, કોસયાકોલા વિસ્તાર ના લોકો તેમજ લાલમંટોડી વિસ્તાર મા રહેતા આદિવાસી લોકો પોતાના સ્વજનનો ના અંતિમ સંસ્કાર કરતા હોય છે.
આ સ્મશાન ગૃહ બે તરફ થી વહેતી અમરાવતીનદી ના પ્રવાહ વચ્ચે આવેલ છે. સ્મશાન ગૃહ નેત્રંગ ગ્રામપંચાયત થકી બનાવવામા આવેલ છે. સામે કિનારે સ્મશાન છે. જયા જવા માટે એક પણ જગ્યાએ થી રસ્તો નથી. લાલમંટોડી, કોસયાકોલા વિસ્તાર ના લોકો પોતાના સ્વજન ના અંતિમ સંસ્કાર માટે એક ખેતર માલિક ના ખેતર માથી આઁથી લઈ ને જવુ પડે છે. જયા પણ એક કોતર આવેલ છે. ચોમાસ ના સમય મા મુસીબત પડે છે.
બીજી તરફ ભાઠા કંપની ફળીયા સહિત અન્ય વિસ્તાર ના લોકોએ પોતાના ના સ્વજન ના અંતિમ સંસ્કાર માટે આઁથિ લઇ ને અમરાવતી નદી મા વહેતા પાણીના પ્રવાહ માંથી મુસીબતે ડાધુઓને જવુ પડે છે. જે હકીકત તા ૨૫મી ડિસેમ્બર ૨૩ ના રોજ ફોકડી ગામે રહેતા બાબુભાઈ વસાવા ના પાથિઁવ શરીર ને અંતિમ સંસ્કાર માટે ઉપરોક્ત સ્મશાન ગૃહ ખાતે લઇ જતી વખતે નજરે પડી હતી. આજ વિસ્તાર ના લોકોએ ટેકટર ટેલર મા લાંકડા તેમજ અન્ય સામાન સ્મશાન ગુહે પહોંચાડવા માટે બે થી ત્રણ કિ. મી. ફેરાવો ફરી ને લઇ જવાનો વારો આવે છે.
નેત્રંગ ગ્રામપંચાયત ના સતાધીશોએ વર્ષોથી અહિયા સ્મશાન બનાવેલ છે. પરંતુ બંને બાજુ નદી પર નાળા કે રસ્તા નથી બનાવ્યા જેને લઇ ને આદિવાસી લોકોની તકલીફ તેમજ વ્યથા ને વિકાસની હરણફાળ ભરતી સરકાર ના રાજમા ગરીબ પ્રજાજનો એ તકલીફ વેઠવી જ રહી.
આ બાબતે ભરૂચ જીલ્લા સાંસદ મનસુખ વસાવા, ઝધડીયા વિધાન સભાના ધારાસભ્ય રીતેષ વસાવા દયાન આપશે ખરા ???
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
તિલકવાડા તાલુકાના ખાતાઅસીત્રરા ગામ માં એક 3 ત્રણ વર્ષના બાળક પર દીપડા એ હુમલો કરયો દીપડા યે બાળક ના ગળા ના ભાગે દાત મારી અને બાળક ના શરીર પર અનય ભાગે ગંભીર ઇજા પહોંચી
જૂનાગઢ માં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેચાણકરતો ગુલામ હુસેન સેખની અટકાયત કરી, વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરતી. જૂનાગઢ પોલીસ
ભરૂચના નવા અધ્યાયની શરૂઆત! ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થયા છે, અને તેમની જગ્યાએ ગૌરાંગ મકવાણા ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા છે.