પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ 25-12-23
વલ્ડૅ વિઝન ઇન્ડિયા (ADP) ભરૂચ સંસ્થા ના મેનેજર શ્રી વીનીત મસીહ ના આયોજન હેઠળ કાયૅ વિસ્તારના ગરીબ અને જરૂરીયાતમંદ બાળકોને ઠંડી સામે રક્ષણ મળે એ હેતુથી ઝઘડીયા તાલુકાના વલી ગામે ધારાસભ્ય રીતેશ વસાવાના વરદ હસ્તે ગરીબ બાળકોને બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું…જેમાં વલા,વણખુટા, મોટાસોરવા અમલઝર,જેસપોર, ધોળાકુવા અને સિમદ્રા કલસ્ટરના 72 ગામોના 250 બાળકોને વલ્ડૅ વિઝન ઇન્ડિયા ક્ષેત્રીય વિકાસ કાયૅક્રમ અંતગર્ત બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ…
ઝગડીયા ના ઘારાસભ્ય રીતેશ વસાવાએ હાજર વાલીઓને સંબોધી ને જણવ્યું હતું કે બાળકોને સારૂ અને ઉચ્ચ ગુણવત્તા વાળુ સારૂ શિક્ષણ અપાવવા દરેક વાલીઓને કટીબધ્ધ રહેવા સાથે બાળકોમાંથી ડર-બીક દુર કરવાની જરૂર છે અને સમાજના દરેક બાળકોને અલગ- અલગ ક્ષેત્રમાં સારૂ શિક્ષણ મેળવી અને તેઓ ને આગળ લાવવા આહવાન કર્યું હતું…. તેમજ ગરીબ અને નિરાધાર બાળકો ને શિક્ષણ બાબતે જરૂરી માર્ગદર્શન અને તેઓ ને શિક્ષણ માં કોઈ પણ જાત ની જરૂરિયાત ઉભી થાય તો તેઓ એ તેમનો સંપર્ક કરવા જણાવી તેઓ ની મદદ કરવા જાણવ્યું હતું સાથે સાથે સમાજ માટે અને શિક્ષણ ને લઈ ઝગડીયા તાલુકાના આદિવાસી વિસ્તારના બાળકો તેમજ અન્ય સમાજ ના બાળકો માટે કામ કરતી વલ્ડૅ વિઝન ઇન્ડિયા સંસ્થા ને દરેક ગામો માં સંસ્થા ને સહયોગ આપી તેઓના કામ વિશે જન જન સુધી પોંહચાડવા અનુરોધ કર્યો હતો ઉપરાંત ઝગડીયા ના ધારાસભ્ય દ્વારા વર્લ્ડ વિઝન સંસ્થા દ્વારા ભવિષ્ય માં પણ લોકો માટે શિક્ષણ સાથે સેવાના કાયૉ કરતાં રહેવા શુભેચ્છઓ પાઠવી હતી…આ કાયૅક્રમમા રોનક વસાવા, સંસ્થાના સ્ટાફ જસવંત વસાવા, જીગર વસાવા તેમજ કાર્તિક વસાવા એ કાર્યક્રમ ને સુયોજિત રીતે સફળ બનવ્યો હતો…