September 7, 2024

સાંસદ મનસુખ વસાવા ની આગેવાની માં વાલીયા ના પઠાર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું આગમન થયું

Share to




આજ રોજ વાલીયા તાલુકા ના ‌ પઠાર ખાતે ભારતીય જનતા પાર્ટી ભારત દેશના લોકપ્રિય પ્રધામંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર તરફથી મળતા અલગ-અલગ પ્રકારના કાર્યક્રમો દ્વારા આવરી લેવામાં આવતી 22 સરકારી યોજનાઓ દ્વારા ગામેગામ છેવાડાના માનવી સુધી પહોંચી રહે એ હેતુલક્ષી સંકલ્પ વિકસિત યાત્રા કાર્યક્રમ અંતર્ગત પઠાર ગામમાં રથયાત્રા નું આગમન સાંસદ મનસુખ વસાવા ની આગેવાની માં થયું હતું, કાર્યક્રમમાં સહભાગી બનેલા તમામ મહાનુભાવો તથા ગ્રામજનોએ ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા પોતાનુ યોગદાન આપવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી


આ સંકલ્પ યાત્રાની સાથે આરોગ્ય,ખેતીવાડી,પ્રઘાનમંત્રી આવાસ યોજના,પશુપાલન,સ્વચ્છ ભારત મિશન યોજના, મિશન મંગલમ,મનરેગા,મહેસુલ વિભાગની યોજના,બેન્ક ની વિવિઘ યોજના ના સ્ટોલ ઉભા કરી માહિતી તથા યોજનાના લાભો અને સહાયોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તદ્દઉપરાંત વડાપ્રધાનશ્રીનો વિકસિત ભારતનો સંકલ્પ સંદેશો ગામેગામ પહોંચી રહ્યો છે ત્યારે મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાતા કાર્યક્રમોમાં લાભાર્થીઓ દ્વારા તેમના સ્વમુખે યોજનાકીય લાભો થકી તેમના જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તનની વાત કરવામાં આવી હતી,

આ કાર્યક્રમ માં આદિવાસી નાં લોક લાડીલા સાંસદ મનસુખ વસાવા વાલીયા તાલુકા પંચાયત નાં માજી પ્રમુખ શ્રી સેવંતું વસવા, ભરૂચ જિલ્લા બાંધકામ સમિતિ ના ચેરમેન રાયસિંગ ભાઈ વસવા, વાલીયા તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસવા તાલુકા ઉપ પ્રમુખ દિનેશ વસવા અને વાલીયા તાલુકાના આગેવાનો સહિત માં ગામ ના યુવાનો હજાર રહિયા હતા,


મિતેશ આહીર
દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed