December 5, 2024

સુરતની વિધિ માવાણી હૈદરાબાદ મા રમાયેલ પાવરલીફ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઇન્ટરનેશનલ સ્ટ્રેન્થ લીફ્ટિંગ50 કિલો બોડી વેટ માં કોલ 330 કિલો વજન ઊંચકીને ચાર ગોલ્ડ મેળવીને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બની

Share to



સુરતની લાડકડી દીકરી વિધિ માવાણી ફરી પાછું પાવરલીફ્ટ મા નેતૃત્વ કરી વર્લ્ડ ચેમ્પિયનશિપ બનીને આ દેશ નુ ગૌરવ વધાર્યુ છે.તાજેતરમાં હૈદરાબાદ મા રમાયેલ પાવરલીફ્ટ મા ચેમ્પિયન બની વર્લ્ડ ચેમ્પિયનશિપ ઇન્ટરનેશનલ સ્ટ્રેન્થ લીફ્ટિંગ ૨૦૨૩ હૈદરાબાદ 50 કિલો બોડી વેટ માં કોલ 330 કિલો વજન ઊંચકી સબ જુનિયર અને જુનિયર મા ચાર ગોલ્ડ સાથે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બની સુરતમાં પોતાના ઘરે પધારતા સૌ લોકોએ તેમનુ ભવ્ય સ્વાગત કર્યું જેમાં સામાજિક સંસ્થાઓ ગૌ સેવકો અને સમાજના આગેવાનો એ તેમને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ આપી સામાન્ય પરિવારની વિધિ માવાણી એ આ જીત તેમના માતા-પિતાના ચરણોમાં અર્પણ કરી તેમના આશીર્વાદ લીધા અને બધાનો આભાર વ્યક્ત કર્યો હતો. સુરતની દીકરીએ ગુજરાતનું નામ રોશન કર્યું

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed