જૂનાગઢમાં હિરાદીપ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હિરાબાની જન્મજયંતી નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો જેમાં, ૨૮ બોટલ લોહી એકત્ર કરાયું રક્તદાતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત પણ કરાયા

Share to
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી અર્પણ કરાયું: જવાહર ચાવડા, ધારાસભ્ય સંજય કોરડિયા, મહેન્દ્ર મશરૂ, ડો.ચિખલીયા, સમાજસેવક હરસુખભાઈ વઘાસિયા વગેરે આગેવાનોએ હાજર રહી આ કાર્યને બિરદાવ્યું

જૂનાગઢમાં વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલા હિરાદીપ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હિરાબાની જન્મજયંતી નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં કુલ ૨૮ બોટલ લોહી એકત્ર થયું હતું. આ રક્ત સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે અર્પણ કરાયું હતું. જૂનાગઢ અને રાજકોટમાં હિરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. જેમાં જરૂરિયાતમંદવિદ્યાર્થીઓને સહાય, બુક અને સ્ટેશનરી વિતરણ, ગરબી મંડળમાં લ્હાણી, દવાખાનાઓમાં દર્દીઓને વિનામૂલ્યે ટિફિન, લગ્ન પ્રસંગે દીકરીઓને પાનેતર અને વસ્ત્રો, નાના બાળકોને ફ્રી શિક્ષણ સહિતની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સંસ્થાનું નામ જેના પર છે તેવા હિરાબાની જન્મજયંતી નિમિત્તે ૧૫ ડિસેમ્બરના રોજ દરવર્ષે અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવે છે. આ વખતે જૂનાગઢના આઝાદ ચોક સ્થિત રેડક્રોસ હોલમાં રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં ૨૮ બોટલ લોહી એકત્ર કરાયું હતું. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, અગ્રણી તબીબ ડો.ડી.પી. ચિખલીયા વગેરેએ હાજર રહીને આ કાર્યને બિરદાવ્યું હતું. સંસ્થાના પ્રમુખ શિતલબેન જોષીના જણાવ્યા અનુસાર રક્તદાતાઓને ટ્રસ્ટ દ્વારા પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. જ્યારે આસ્થા હોસ્પિટલના ડો. ચિંતન યાદવ દ્વારા રક્તદાતાઓને ૬૦૦ રૂપિયાનું બ્લડ ચેકઅપનું વાઉચર આપવામાં આવ્યું હતું. વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા હિરાદીપ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સેવાકિય પ્રવૃત્તિને આવકારવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન સમુહલગ્ન પ્રણેતા અને સમાજસેવક હરસુખભાઈ વધાસિયા દ્વારા કરાયું હતું. આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટની ટીમે જહેમત ઉઠાવી

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to