February 21, 2024

માળીયા હાટીનાના કાત્રાસા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સત્કાર થયો પ્રધાનમંત્રીશ્રીએ વિવિધ જનકલ્યાણકારી યોંજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુલ સંવાદ કર્યો

Share toભારતને ૨૦૪૭ સુધીમાં સમગ્ર વિશ્વમાં વિકસિત અને મજબૂત રાષ્ટ્ર બનાવવાની નેમ : સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા
આરોગ્ય કેમ્પ, સેવા સેતુ અને પશુ આરોગ્ય કેમ્પનો લોકોએ મેળવ્યો લાભ
પ્રજાલક્ષી યોજનાઓની જાણકારી આપવાની સાથે તેના લોભોનું વિતરણ કરાયુ

જૂનાગઢ માળીયા હાટીનાના કાત્રાસા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ગ્રામજનોએ દ્રારા સત્કાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્ર-રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગ્રામજનોએ આરોગ્ય કેમ્પ, સેવા સેતુ અને પશુ આરોગ્ય કેમ્પની સેવાઓનો લાભ મેળવ્યો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુલ માધ્યમથી વિવિધ જનકલ્યાણકારી યોંજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. સાથે જ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશને ૨૦૪૭ સુધીમાં એક મજબૂત અને વિકસિત રાષ્ટ્રના નેમ સાથે નીકળી છે. આઝાદીના ૭૫ પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ૨૦૪૭ સુધીમાં દેશની આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થશે. ત્યારે ભારત સમગ્ર વિશ્વમાં એક મજબૂત રાષ્ટ્ર અને મહાસત્તા બનીને ઉભરે તેવા વિઝન સાથે પ્રધાનમંત્રીશ્રી કામ કરી રહ્યા છે. આ વિકસિત રાષ્ટ્ર નિર્માણના આ કાર્ય દરેક નાગરિક સહભાગી બને તે પણ જરૂરી છે. આમ, દરેક લોકો પોતાના ગામ, રાજ્ય અને દેશને વિકસિત બનવવા માટે પોતાના કર્યો થકી યોગદાન આપે તેવો અનુરોધ કર્યો હતો. આ સાથે તેમણે સ્વચ્છતાને જીવનનો કાયમી એક ભાગ બનાવવા માટે પણ જણાવ્યું હતું.
આ તકે ખેતીવાડી, આરોગ્ય પશુપાલન સહિતના વિભાગની યોજનાઓના લાભોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા.
ઉપરાંત કાત્રાસા ગ્રામ પંચાયતને સરકારના અનુદાન અને જન ભાગીદારીથી પીવાના પાણીની વાસ્મો યોજના માટે સરપંચ શ્રીમતી પ્રવિણાબેન અનિરુદ્ધસિંહભાઈ ડોડીયાને અભિનંદન પત્ર એનાયત કરવામાં હતો.
કાર્યક્રમના પ્રારંભે માળીયાના તાલુકા વિકાસ અધિકારી શ્રી મિલનસિંહ બાવરાએ શાબ્દિક સ્વાગત અને જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા, કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવાસીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન શ્રી દિલીપભાઈ સિસોદિયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અનિલભાઈ લાડાણી, જિલ્લા પંચાયતના સદસ્ય સર્વ શ્રી હીરાભાઈ સોલંકી, વરજાંગભાઈ કરમટા, માળીયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રણજીતભાઈ યાદવ, તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન શ્રી રાજાભાઈ પટાટ, તાલુકા પંચાયતના સદસ્ય સર્વ શ્રી ડાયાભાઈ જોરા, કિશોરભાઈ દયાતર, અગ્રણી સર્વ શ્રી રાજેશભાઈ ભલોડીયા, રાજશીભાઈ ડોડીયા, રાજશીભાઈ ચૌહાણ, ભગતભાઈ ચૌહાણ, અધિક નિવાસી કલેકટર શ્રી પી.જી. પટેલ પ્રાંત અધિકારી સુશ્રી નીશાબા ચુડાસમા, સહિતના પદાધિકારી-અધિકારી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to