જૂનાગઢ માં પુજાબેન વાઘેલાનુંકિં.રૂ. ૩૨,૦૦૦ નું સોનાની બુટ્ટી અને મોબાઇલ ફોન સહિતના સામાનનું પર્સ ખોવાતા સીસીટીવી કેમેરાની મદદથી જૂનાગઢ પોલીસ દ્રારા ગણતરીની કલાકોમાં શોધીને અરજદારને પરત કર્યું

Share to



_જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર પુજાબેન પીન્ટુભાઇ વાઘેલા રાજકોટના વતની હોય, અને લગ્નપ્રસંગ સબબ જૂનાગઢ આવેલ હોય, પુજાબેન સરદાર પટેલ ભવનથી બસ સ્ટેશન જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ હોય તે દરમ્યાન તેમનું કિં.રૂ. ૩૨,૦૦૦ નું સોનાની બુટ્ટી તથા મોબાઇલ ફોન સહિતના સામાનનું પર્સ ખોવાયેલ હોય, જે પર્સમાં ૧.૫ ગ્રામની સોનાની બુટ્ટી કિં.રૂ. ૧૫,૦૦૦, VIVO કંપનીનો Y5 મોબાઇલ ફોન કિં.રૂ. ૧૫,૦૦૦, રોકડ રૂ. ૨,૦૦૦ તથા અન્ય જરૂરી સામાન હોય.* બસ સ્ટેશન ઉતર્યા બાદ પુજાબેનને માલુમ પડેલ કે તેમની સાથે રાખેલ પર્સ તેઓ ઓટો રિક્ષામાં જ ભુલી ગયેલ છે. તેમણે આજુબાજુ તપાસ કરેલ તેમજ તે ઓટો રિક્ષા શોધવાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ તેમનો સામાન મળેલ નહિ, પર્સમાં સોનાની બુટ્ટી તથા મોબાઇલ ફોન હોય જે મોબાઇલ ફોનમાં જરૂરી ડોક્યુમેન્ટસ હોય જેથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

_જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. ચેતનભાઇ સોલંકી, પો.કોન્સ. પાયલબેન વકાતર, પો.કોન્સ. શિલ્પાબેન કટારીયા, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી પુજાબેન જે સ્થળેથી ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા પુજાબેન પોતાનું રૂ. ૩૨,૦૦૦ નું સોનાની બુટ્ટી તથા મોબાઇલ ફોન સહિતના સામાનનું પર્સ ઓટો રિક્ષામાં જ ભુલી ગયેલ હોય તેવું જણાયેલ. જે આધારે તે ઓટો રિક્ષાનો રજી. નં. GJ 18 AY 0259 શોધેલ.*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે પર્સ તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા પુજાબેન વાઘેલાનું રૂ. ૩૨,૦૦૦ નુ સોનાની બુટ્ટી તથા મોબાઇલ ફોન સહિતના સામાનનું પર્સ શોધી ગણતરીની કલાકોમાં રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને પુજાબેન વાઘેલાએ જણાવેલ કે તેમને આ સામાન પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ સામાન પોલીસે શોધી આપતા ખુબજ ખુશ થઇ ગયેલ અને જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_


જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂ. ૩૨,૦૦૦ નું સોનાની બુટ્ટી તથા મોબાઇલ ફોન સહિતના સામાનનું પર્સ શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..*_

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed