ઈકરામ મલેક: રાજપીપલા
પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 28 નવેમ્બર 2023 ના સાંજના સમયે વરખડ ગામે રહેતા ફરિયાદી રમેશભાઈ ભીખાભાઈ પટેલ સિસોદ્રા ગામે પોતાના ભત્રીજા ના ઘરે જમવા માટે ગયેલા અને ત્યાંથી પરત ફરતી વખતે રસ્તામાં મળેલા આરોપી કલ્પેશ જશુભાઈ પટેલ રહે, વરખડ તા.નાંદોદ જી.નર્મદા દ્વારા તેઓને રસ્તામાં રોકીને કહ્યું હતું કે તું રામજીના કેસમાં પંચ તરીકે કેમ રહ્યો છે તેમ કહી મા બેન સમાણી ગાળો બોલી પોતાના હાથમાં રહેલી પીવીસી પાઇપ વડે ફરિયાદીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બાબતની પોલીસ ફરિયાદ આમલીસા પોલીસ મથકે નોંધવામાં આવી છે.