જૂનાગઢના ભેસાણ તાલુકાના મેંદપરા ગામે 10 જેટલા દાતાશ્રીઓના માધ્યમથી સરકારી હોસ્પિટલમાં ECG મશીનનું દાન કરાયું

Share to


જૂનાગઢ ભેસાણના મેદપરઃ ગામમાં સરકારી હોસપીટલ આવેલી છે જેમાં આજુબાજુના છેવાડાના અંદાજે પંદરથી વધારે ગામડાઓને જોડતી આસરકારી હોસપીટલ હોય જેમા 200થી વધારે દર્દીઓની ઓપીડી કરવામાં આવે છે એટલે કે 200 જેટલા દર્દીઓ અહીંયા સારવાર લેવા માટે આવે છે જેમા હોસ્પિટલ સરકિરશ્રી તરફથી શરુ થઈ ત્યારથી જ ECG મશીન ની ખુબ જ જરૂરીયાત હતી તાજેતરમા કોરોનાના પીરીયડ પછી લોકોમા હાર્ટ એટેકનુ પ્રમાણ મોટા પ્રમાણમા વધ્યું હોય અને આ હોસ્પિટલ માં મશીન અભાવે રદયની સારવાર દરદીઓને મળી શકતીનહોતી જેને ધ્યાને લઈને મેદપરા ગામના સરપંચ તેમજ દાતાશ્રીઓએ સારો વિચાર અપનાવીને રૂપીયા સાઈઠ હજારથી વધારે કિમતનુ ECG મશીન નવુ ખરીદીને હોસપીટલમા દાન કરીયુ અને હવે હૃદયને લાગતી બીમારીનું નિદાન તેમજ હાર્ટએટેકના દરદીઓને સારવાર માટે પ્રાઈવેટ હોસપીટલમા ખર્ચ કરવા જાવુ નહી પડે અને સરકારી હોસપીટલમા દર્દીઓને વિનામૂલયે એટલે કે મફતમા પ્રાથમિક સારવાર હોસ્પિટલમાંજ ડો ,શમા સાહેબ દ્વારા આપવામા આવશે ગામના સરપંચ અમીનભાઈ સમા કિશોરભાઈ કોટેચા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ સાવલિયા ભરતભાઈ સોજીત્રા તેમજ અને ભાઈ લાખા અને નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રભાઈ અગ્રાવત અને અન્ય લોકોના માધ્યમથી ECG મશીન હોસ્પિટલમાં અર્પણ કરાયું હતું

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to