December 19, 2024

કેમેરા નહિ લગાડી જાહેરનામા ભંગ બદલ ટ્રેકટર શો-રૂમ સંચાલકો સામે રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો

Share to



ઈકરામ મલેક: રાજપીપળા

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 28 નવેમ્બર 2023 ના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ દ્વારા હાથ ધરાયેલી ડ્રાઈવ મા નગરમાં ચેકિંગ કરતા રાજપીપળા ના વડીયા જકાતનાકા પાસે આવેલ પારસ ટ્રેકટર અને જીઆઇડીસી ખાતે આવેલા આઇસર ટેકટરના ભૂમિ એન્ટરપ્રાઇઝ નામના શોરૂમમાં જરૂરી સીસીટીવી કેમેરા નહીં લગાડેલા હોવાનું જાણવા મળતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ દ્વારા બંને ટ્રેક્ટરના સંચાલકો (1) દિવ્ય હર્ષદભાઈ શેઠ રહે. શક્તિ નગર હાસોટ અને વિજયભાઈ જયંતીભાઈ તડવી રહેવાસી લીલવા ઢોળ રાજપીપળા નાઓ સામે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દ્વારા જારી કરાયેલ જાહેરનામા ભંગ બદલ ipc 181 મુજબ ગુનો નોંધ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


Share to

You may have missed