વાલીયા તાલુકાના ચોરઆમલા ગામમાં આવેલ સદગુરુ કબીર મંદિર ખાતે દાદા ગુરુદેવ મહંત કમળદાસજીની ૬૨મી પુણ્યતિથિ મહોત્સવ નિમિત્તે ગાદીના વર્તમાન મહંત ભાવદાસજી વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આનંદ આરતી સદગુરુ કબીર સમાધિ મંદિર માંજલપુર વડોદરાના ગાદીપતિ મહંત 108 પ્રિતમદાસજીના કરકમલો દ્વારા દક્ષિણ ગુજરાતના મહંત અને સાધુ સંતોના સાનિધ્યમાં ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત હિન્દુ ધર્મ સમાજના પ્રમુખ દેવુભા કાઠી અને દક્ષિણ ગુજરાત હિન્દુ ધર્મ સેના સુધિરસિહ અટોદરિયા પ્રમુખ તેમજ પ્રયાગસિહ વાસીયા અને ભરુચ-નર્મદા સહિત સુરત જિલ્લાના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*વિજય વસાવા નેત્રંગ*