નેત્રંગ તાલુકામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા નો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે.

Share to

નેત્રંગ તાલુકામાં સમાવિષ્ટ ગ્રામજનોને જણાવવાનું કે ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા તારીખ 1-1- 2024 ની લાયકાતની તારીખ ના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા નો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે તારીખ 1- 1 -2024 ની લાયકાત માં જેના 18 વર્ષ પુરા થતા હોય તેવા યુવા મતદારોના નામ નોંધણી અંગેની ખાસ ઝુંબેશ તેમજ નામમાં, રહેઠાણ તથા અન્ય સુધારા વધારા સ્થળાંતર અથવા મરણ થયેલ હોય તેવા મતદારો ના નામ કમી વિગેરે મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં
આપના નજીકના મતદાન મથકમાં બુથ લેવલ ઓફિસર (BLO) નીચે જણાવેલ તારીખે સવારના 10 કલાકથી 5-00 કલાક સુધી આ કામગીરી કરશે
ખાસ તારીખો તા 26-11-2023(રવિવાર ),તા 3-12-2023 (રવિવાર )અને તા 9-12-2023 (શનિ વાર )


Share to

You may have missed