DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

શ્રી કચ્છી ગુર્જર લોહાર વાઘેલા પરિવારના દેવસ્થાન નલિયા દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ એવા નિયાણીઓનું સન્માન યોજાયો.

Share to

*લોકેશન.નલિયા*



*સુપ્રસિદ્ધ કથાકાર શાસ્ત્રી શ્રી કૌશિકભાઇ ભટ્ટ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવ્યું હતું.*

*જેમાં ગામો ગામથી લોહાર વાઘેલા પરિવારના ભાઈઓ બહેનો તથા વાઘેલા પરિવાર ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.*

*આઠ દિવસના કાર્યક્રમમાં પહેલા દિવસે પોથી યાત્રા દીપ પ્રાગટ્ય કથા પ્રારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું અને બીજા દિવસે દિવસના કથા શ્રવણ કરી રાત્રે સંતવાણી નો કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. જેમાં કલાકાર શ્રી દેવરાજભાઈ ગઢવી કચ્છ કોઈનુર તથા કવિ શ્યામ ગઢવી એ સંતવાણી ની મોજ મણાવી હતી.*

*આજે પાંચમા દિવસે સવારના શ્રી રામ પ્રાગટ્ય મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું અને બપોર પછી શ્રીકૃષ્ણ જન્મનું આયોજન કરવામાં આવેલ છે.*

*જેમાં ગામો ગામથી પધારેલ સૌ મહેમાનો ના સ્વાગત અને સન્માન પણ કરવામાં આવ્યા હતા. શ્રી કચ્છી ગુર્જર લોહાર વાઘેલા પરિવાર નલિયા ના પ્રમુખ શ્રી પરેશભાઈ જેંતીલાલ વાઘેલા તેમજ તેમની સમગ્ર કારોબારી ટીમએ પૂરેપૂરી મહેનત અને જહેમત ઉઠાવી હતી.*

*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*


Share to

You may have missed