ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે માલધારી સમાજની 11 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા

Share to


દીકરી ની વેદના ગ્રૂપ દ્વારા પ્રથમ ‘ વ્હાલુડી નાં વિવાહ ‘ નું સમુહ લગ્ન ભરૂચ ની રાજપૂત છાત્રાલય ખાતે યોજાયા

ભરવાડ સમાજ માં દિવસે ને દિવસે કુ રિવાજો વધતા જાય છે ત્યારે તેને ડામવા મટે દીકરી ની વેદના ગ્રૂપ દ્વારા મહા મુહિમ ઉપાડી લેવા આવ્યું છે ભરવાડ સમાજે પોતાનું નવું બંધારણ તૈયાર કર્યું છે. જેમાં લગ્ન પ્રસંગમાં કોઈપણ જાતની પહેરામણી લેવી નહીં કે આપવી નહીં. ઉપરાંત કોઈપણ પ્રકારની રોકડ રકમની લેતીદેતી કરવાની મનાઈ ફરમાવવામાં આવીછે.સોનાના ભાવ દિવસેને દિવસે વધી રહ્યાં છે.એવામાં સામાન્ય પરિવાર અને મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.કારણ કે સમાજની સાથે સાથે ચાલવા માટે લગ્ન પ્રસંગ કે પછી કેટલાક સામાજીક પ્રસંગોમાં સોના અને ચાંદી આપવાનો રિવાજ છે.ખાસ કરીને ભરવાડ સમાજમાં મોટી મોટી પહેરામણી થતી હોય છે.એવામાં મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય છે. તે માટે દીકરી ની વિદાય ગ્રૂપ દ્વારા સમુહ લગ્ન નું આયોજન કરવા આવ્યું હતું, આ સમુહ લગ્ન કુલ 11 નવ દંપતીઓ એ પ્રભુતામાં પગલાં માંડ્યાં તેમજ સાથે સાથે ભરવાડ સમાજ ને નીરુ બેન ભરવડ દ્વારા સંદેશ આપવા આવ્યો હતો કે આગળ પણ જો ભરવાડ સમાજ માં કોઈ મધ્યમ વર્ગ તેમજ જરુરિયત મંદ હસે તો એવા લોકો ની દીકરી ની વેદના ગ્રૂપ દ્વારા મદદ કરવા માં આવશે,

આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી વાગરા ના ધારાસભ્ય અરુણસિંહજી રાણા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સિંહ તવરા ગામના સામાજિક અગ્રણી ઇન્દ્રસિંહ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા


Share to

You may have missed