ભરૂચ : ઈનર વ્હિલ ક્લબ ઓફ ભરુચ અને ગુજરાત સ્ટેટ ફાયર સર્વીસ લી.ના સંયુક્ત ઉપક્રમે ફાયર સેફ્ટી મોકડ્રીલ યોજાઈ

Share to





ઇનર વ્હિલ ક્લબ ઓફ ભરુચ અને ગુજરાત સ્ટેટ ફાયર સર્વીશ લી.ના સંયુક્ત ઉપક્રમે શ્રી કે.જે. પોલીટેકનીક કોલેજ, ભરુચનો કેમ્પસમાં કોલેજના ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ તથા અધ્યાપક- કર્મચારી ગણ સમક્ષ ફાયર સેફ્ટી જાગૃતિ માટે મોકડ્રીલ ડેમોસ્ટ્રેશન રાખવાનાં આવ્યું હતું.

આ પ્રસંગે ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરુચના પ્રેસીંડેન્ટ સુશ્રી ઇલાબેન આહિરે જણાવ્યું હતું કે, ભરુચ જિલ્લો જ્યારે સમગ્ર ભારતમાં ઔધોગીક રોકાણ અગ્રેસર હોય જિલ્લામાં ખુબ મોટા કેમીકલ- ફર્ટિલાઇઝર પ્લાન્ટ હોય ૧ બંદર સહિત ૧૯ જેટલી જેટીઓ આવેલી હોય ખુબ લાંબો સમુદ્ર કિનારો હોય નર્મદા જેવી મહા નદી ભરુચ માંથી પસાર થતી તથા નેશનલ હાઇવે, એક્ષપ્રેશ વે, બ્રોડ ગેજ ટુ ટ્રેક રેલ્વે, ગુડ્સ રેઇલ ફેઠ કોરીડોર હોવાથી જિલ્લામાં વિવિધ પ્રકારની અનહોની થવાની શક્યતાઓ રહેલી છે.


આ પ્રકારના બનાવોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની મોટી ભૂમિકા રહેલી છે.અમારી સંસ્થા આ બધા પડકારોને જીલવા ફાયર બ્રીગેડ અને ડિસ્ટાર મેનેજમેન્ટને સયોગ આપવા હંમેશા તત્પર રહે છે. લોક સુરક્ષાને લગતા સેવા કાર્યોમાં યથાસંભવ સહયોગ કરશે અને આપના વિસ્તારમાં જ્યારે પણ કોઇ પણ હોનારત સર્જાય ત્યારે તંત્રને જાણ કરી પ્રાથમિક સ્તર પર મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું હતું

આ ફાયર સેફ્ટી ઓફિસર ચિરાગ ગઢવીએ અચાનક આગ લાગે ત્યારે ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરી કંઇ રીતે જાન છાની, માલ મિલ્કતના નુકસાનને કઇ રીતે બચાવી સકાય તેની વિસ્તૃત સમજ આપી હતી.

આ પ્રસંગે ભરુચ મામલતદાર માધવીબેન મિસ્ત્રી, કોલેજના પ્રન્સીપાલ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇનર વ્હીલના સેક્રેટરી બિજલબેન ટોપલાણી અને મેમ્બર્સ દ્વારા કરવામાં આવ્યું હતું.


મિતેશ આહીર
બ્યુરો ચીફ, ભરૂચ
DNS NEWS


Share to